ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Fake Medicine : સુરતમાંથી નકલી સિમેન્ટની ફેક્ટરી ઝડપાઈ તો અમદાવાદમાંથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી... કડક કાયદો ન હોવાથી મામુલી દંડ ભરીને છૂટી જવાતું હોવાથી ગુજરાતમાં નકલખોરો બન્યા બેફામ... ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ
Trending Photos
Ahmedabad News : રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયા એ જણાવ્યું છે કે,રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુકત મળી રહે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપેન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી ને આશરે રૂપિયા ૩૧ લાખનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથીક, આર્યુવેદિક, કોસ્મેટીક્સ અને ફુડ પ્રોડકટ બનાવટના વ્યકિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ, ફલાઈંગ સ્કોડ (ટીમ લીડર) તથા તેમની ટીમ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સીંગ ઓથોરીટી, CDSCOના ડ્રગ ઈન્સ્પેકટરોએ દરોડા પાડ્યા હતા. જેમાં M/s. Joinhub Pharma LLP ના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઇ તથા નઝર મહોમ્મદ સાઉદીની સઘન પુછપરછ કરી તેઓની Mondeal Heights, Ahmedabad ની ઓફિસ તથા તેઓના ચાંગોદર ખાતેના ગોડાઉન, બી-૧૨૭, કુંજ એસ્ટેટ, ચાંગોદર ખાતે દરોડા પાડી દવાના (૧) Wholeshield Refire Cap. અને (૨) Demex (Vitamin-D3) ના નમુના દ્વારા લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે અને રૂ.૧૧ લાખ કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરાયો છે.
વધુમાં M/s. Joinhub Pharma LLP આ કહેવાતી દવાનું ઉત્પાદન M/s. Aeron Life Sciences Pvt. Ltd., D-152 & 153, Zaveri Com. Co. Op., Kathwada, Tal. Dascroi, Ahmedabad ખાતે ન્યુટ્રાસ્યુટીકલ્સના લાયસન્સ હેઠળ બનાવડાવી તેમાં કામોત્તેજક ઘટક Sildenafil Citrate નો પાઉડર ઉમેરી ન્યુટ્રાસ્યુટીકલ્સના નામે મોટાપાયે એક્ષ્પોર્ટ કરતાં હતા.તેઓ આ પ્રકારનો જથ્થો એક્ષ્પોર્ટ કરવાના છે તેવી માહિતીના આધારે ગુજરાત ફુડ એન્ડ ડ્રગના અધિકારીઓ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સીંગ ઓથોરીટી (CDSCO) તેઓના ઉત્પાદન સ્થળે M/s. Aeron Life Sciences Pvt. Ltd. D-152 & 153, Zaveri Com. Co. Op., Kathwada, Tal. Dascroi, Ahmedabad ખાતે દરોડો પાડતાં સદર જગ્યાએથી તપાસ ટીમને Wholeshield Refire Cap. કેપ્સુલમાં Sildenafil Citrate કામોત્તેજક એલોપેથીક ઘટક નો ઉમેરો કરી M/s. Joinhub Pharma LLP ને એક્ષ્પોર્ટ માટે વેચાણ કરતાં અને Demex (Vitamin-D3), 10,000 IU અને Demex (Vitamin-D3), 5,000 IU M/s. 4Care Life Sciences Pvt. Ltd., Survey No. 23/3P & 24, Opp. Jeans Factory, Daduram Vistar, Village: Bagdol, Tal. Kathlal, Dist. Kheda – 387 630, Gujarat, India ના લાયસન્સ અને રજીસ્ટ્રેશના નંબરનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ઉત્પાદન કરતાં ઝડપી પાડેલ છે. M/s. Aeron Life Sciences Pvt. Ltd. ના ડાયરેક્ટર્સ કશ્યપ પરેશભાઇ પટેલ, ધવલ હરજીભાઇ સાવલીયા, રાજદીપ મથુરભાઇ સેલડીયા, હાર્દીક ઉકાભાઇ ભેસાણીયા, હર્ષીલ જયેશભાઇ બારોટ અને પ્રિયંકાબેન ધવલભાઇ સાવલીયા વિરુધ્ધ ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટ હેઠળની આગળની કાર્યવાહી અર્થે તેઓના ઉત્પાદનની જગ્યાએથી સદર દવાના નમુના લઈ અને ચકાસણી અર્થે મોકલી આપેલ છે અને આ જગ્યાએથી દવાઓ, રોમટીરીયલ, મશીનર / ખાલી કન્ટેનર, ખાલી કેપ્સુલ અને પેકીંગ મટીરીયલ થઈ આશરે રૂપિયા ૨૧ લાખનો મુદ્દામાલ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કર્યો છે.
વધુમાં પેઢી રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ ક્યાંથી ? અને કેવી રીતે લાવી છે અને આ પ્રકારે આવી કેટલી બનાવટનું ઉત્પાદન કેવી રીતે અને કોને કોને કરતાં હતા. તેની આગળની તપાસ હાથ ધરાઈ છે.
તેમણે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલા દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યકિતઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે