ચીનમાં કોરોનાના કયા વેરિએન્ટે મચાવી તબાહી, જાણો શું છે તેના લક્ષણ

દુનિયામાં જ્યાં કોરોના મહામારીના કેસ ઓછા થતાં જોઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જ્યાં આ બિમારીના ખતમ થવાના એલાન કરવા પર વિચાર કરી રહી છે. તો બીજી તરફ ક્રોનાના ઉદગમ સ્ત્રોત ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 

ચીનમાં કોરોનાના કયા વેરિએન્ટે મચાવી તબાહી, જાણો શું છે તેના લક્ષણ

Coronavirus: દુનિયામાં જ્યાં કોરોના મહામારીના કેસ ઓછા થતાં જોઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જ્યાં આ બિમારીના ખતમ થવાના એલાન કરવા પર વિચાર કરી રહી છે. તો બીજી તરફ ક્રોનાના ઉદગમ સ્ત્રોત ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 

ચીનમાં 'stealth' સબ વેરિએન્ટનો વધ્યો પ્રકોપ
હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ચીનમાં ગત 24 કલાકમાં કોરોનાના 5200 થી વધુ નવા કેસ જોવા મળ્યા છે. ત્યાં કોરોના સંક્રમિત થયેલા મોટાભાગના લોકો ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ 'stealth'થી પીડિત મળી આવ્યા છે. ચીનમાં કોરોના ફેલાતો રોકવા માટે ઘણા શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને 3 કરોડથી વધુ લોકો સખત પાબંધીઓમાં જીવવા માટે મજબૂર બન્યા છે. 

24 કલાકમાં 5 હજારથી વધુ કેસ
છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ચીનમાં આ પહેલા માત્ર 2 વખત 5 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. બંને વખત આવા કેસ વુહાન શહેરમાંથી સામે આવ્યા હતા. જેને દુનિયાભરમાં કોરોના વાયરસની ઉત્પત્તિ કેન્દ્ર ગણવામાં આવે છે. એવામાંમાં મહામારીના સમયગાળા દરમિયાન ચીનમાં કોરોનાના કેસ વધવાને કારણે ચીનનું તણાવ વધી રહ્યું છે.

શું છે કોરોનાનું 'stealth omicron'
1. કોરોનાના આ સબ વેરિઅન્ટને BA.2 વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે. આ સબ-વેરિઅન્ટ મૂળ વેરિઅન્ટથી અલગ છે. આ સબ-વેરિઅન્ટ ચિંતાજનક છે કારણ કે તેને શોધવું મુશ્કેલ છે. આ પેટા વેરિઅન્ટમાં સ્પાઇક પ્રોટીનમાં એક મહત્વપૂર્ણ કી મ્યુટેશન ગાયબ છે. આ કી મ્યુટેશનને કારણે કોરોના સંક્રમણને ઓળખવા માટે ઝડપી પીસીઆર ટેસ્ટ કરી શકાય છે.

2. વિશ્વ સ્વાસ્થ સંગઠનના આનુસાર કોરોનાના આ સબ વેરિએન્ટ BA.2, કોરોના વાયરસના મૂળ વેરિએન્ટ જેટલો જ ખતરનાક સાબિત થઇ શકે છે. 

3. ડબ્લ્યુએચઓ અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ શરીરના ઉપલા શ્વસન તંત્રને અસર કરે છે. ડેલ્ટાની જેમ, BA.2 પ્રકાર ફેફસાને અસર કરતું નથી. આ સાથે જ આ સબ વેરિઅન્ટ સ્વાદ અથવા ગંધની ઉણપ થતી નથી અને શ્વાસની તકલીફનું કારણ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news