ચીનમાં પણ છે પાણીમાં ગરકાવ થયેલી ઐતિહાસિક 'દ્વારકા નગરી' તસવીરો જોઈને ચોંકી જશો!

દુનિયામાં કુદરતી આપદાઓના લીધે કોઈ શહેર કે સંસ્કૃતિ નામશેષ થાય એ વાત તો સમજી શકાય. પરંતુ શું તમે જાણો છો ચીનની એક ઐતિહાસિક નગરી આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ ઘટના કુદરતી નહીં પરંતુ માનવીય ભૂલ અને તત્કાલીન સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લીધે બની છે.

ચીનમાં પણ છે પાણીમાં ગરકાવ થયેલી ઐતિહાસિક 'દ્વારકા નગરી' તસવીરો જોઈને ચોંકી જશો!

નવી દિલ્હીઃ દુનિયાના વિવિધ દેશોની અલગ અલગ સંસ્કૃતિ છે. કેટલીક સંસ્કૃતિઓ સમયાંતરે ભૂલાઈ ગઈ તો કેટલીક સંસ્કૃતિઓનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું. પછી તે હડપ્પા સંસ્કૃતિ હોય કે પછી પાણીમાં સમાઈ ગયેલી દ્વારકા નગરીની વાત. આવી જ એક સંસ્કૃતિ ચીનની રહી છે. જ્યાની ઐતિહાસિક નગરી આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ વાત જ્યારે સામે આવી તો લોકો સ્તબ્ધ થઈ ગયા. ચીનમાં પાણીની અંદર સમાઈ ગયેલા ઐતિહાસિક શહેરને Lion Cityનાં નામે ઓળખવામાં આવે છે.

No description available.

દુનિયામાં કુદરતી આપદાઓના લીધે કોઈ શહેર કે સંસ્કૃતિ નામશેષ થાય એ વાત તો સમજી શકાય. પરંતુ શું તમે જાણો છો ચીનની એક ઐતિહાસિક નગરી આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ ઘટના કુદરતી નહીં પરંતુ માનવીય ભૂલ અને તત્કાલીન સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લીધે બની છે.

No description available.

1959માં ચીનની સરકારે ઝીનજીયાંગ જળાશય અને ઝીનન નદી વિદ્યૂત સ્ટેશન નામની પરિયોજના માટે લાયનસિટી નામની અત્યંત પ્રાચીન વસાહતના લોકોને અન્ય સ્થાને ખસેડવામાં આવ્યા. આ પ્રોજેક્ટ પાર પાડવા માટે ચીનની સરકારે સ્થળની આસપાસ 2.90 લાખ લોકોનો પુનર્વાસ કર્યો. ફાઈવ માઉન્ટેન તરીકે ઓળખાતા સ્થળે લિઆન્ડો નામનું વિશાળ તળાવ તૈયાર કરવામાં આવ્યું. જેમાં ભારે પૂર આવતા લાયનસિટી જે-તે સમયે પાણીમાં 100 ફૂટ ઊંડે ગરકાવ થઈ ગયુ. દુનિયાનું આ એકમાત્ર શહેર કુદરતી આફતના પગલે નહીં પરંતુ માનવીય ભૂલના કારણે દુનિયાના નક્શા પરથી ભૂંસાઈ ગયું.

No description available.

ચીનની સામ્રાજ્યવાદી સરકાર આ શહેરને ભૂલી ગઈ હતી. પરંતુ વર્ષ 2001માં અચાનક લાયનસિટીનું સંશોધન કરતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. સામાન્ય રીતે પાણીમાં લાકડાનું વિઘટન થાય છે. પરંતુ આ સ્થળનું લાકડુ અકબંધ જોવા મળ્યું. ઈમારતોની તમામ રચના, તોરણો અને સ્મારકો પાણીમાં સચવાયેલા જોવા મળ્યા. લાયનસિટીની દીવાલો પર પ્રાચીન શૈલીના અદભૂત સ્થાપત્ય જોવા મળ્યા. આ સ્થળ પર ચીની સરકારે એક ડોક્યૂમેન્ટરી તૈયાર કરાવી.

No description available.

લૂ શાનલિયાગે સ્મિથ સોનિયન ચેનલની ડોક્યુમેન્ટરી કેમેરાપર્સન વૂ લસિન સાથે મળીને 3D ટેક્નોલોજીની મદદથી પાણીમાં ગરકાવ થયેલ લાયનસિટીની ડોક્યુમેન્ટરી તૈયાર કરી. લૂ અને વૂએ પ્રથમવાર દુનિયા સમક્ષ લાયનસિટીનું 3D મોડલ દુનિયા સમક્ષ રજૂ કર્યુ. વુએ એક જ ઓબ્જેક્ટના સેંકડો ચક્કર લગાવીને વિવિધ તસ્વીરો ખેંચી. 

No description available.

ડોક્યુમેન્ટરીમાં જણાવ્યા મુજબ લાયનસિટી ચીનના શક્તિશાળી શહેર પૈકીનું એક છે. ઈસ પૂર્વે 25થી 200માં બન્યા પછી સદીઓ સુધી અત્યંત પ્રભાવશાળી રહ્યું હતું. લાયનસિટીની દિવાલો ઈ.સ. 1368થી 1644ની આસપાસની છે. તત્કાલીન સમયે ચીનમાં મિંગ સામ્રાજ્યનું શાસન હતું. આ શહેરમાં એન્ટ્રી માટે પાંચ મુખ્ય દરવાજા અને 6 રસ્તા બનાવાયા હતા. જે આજે પણ યથાસ્થિતિમાં છે. આ જ કારણોસર ઘણા લોકો આ શહેરને ટાઈમ કેપ્સ્યૂલ સાથે સરખાવે છે.

2014માં પહેલીવાર ચીની સરકારે પાણીમાં સમાઈ ગયેલા શહેરની સમયાંતરે માહિતી મળતી રહે તે માટે પાણીના અનુભવીઓને લેક ડાઈવિંગની મંજૂરી આપી હતી. લેક ડાઈવિંગ દરિયામાં થતા ડાઈવિંગ કરતા અલગ છે. જળાશયનું પાણી ભૂખરા અને ડહોળા રંગનું હોવાથી તળિયે જવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે ડાઈવિંગનો બહોળો અનુભવ ધરાવનારને જ લાયનસિટીમાં જવાની પરવાનગી છે. જોકે, આટલા સમય બાદ પણ હજુ તરવૈયાઓ લાયનસિટીનો પૂરો નક્શો લાવી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news