Vodafone ગ્રાહકો માટે ખુશખબર, 1 વર્ષ સુધી ફ્રી કોલિંગ અને દરરોજ 1.5GB ડેટા, જાણો કેમ

તમારે વોડાફોનની વેબસાઇટ પર જઈને સિટી બેન્કના કેડિટ કાર્ડ માટે એપ્લાઇ કરવું પડશે. 30 દિવસની અંદર 4000 ખર્ચ કરવા પર તમારે એક વર્ષ માટે ફ્રી કોલિંગ અને દરરોજ 1.5જીબી ડેટાની સુવિધા મળશે. 
 

Vodafone ગ્રાહકો માટે ખુશખબર, 1 વર્ષ સુધી ફ્રી કોલિંગ અને દરરોજ 1.5GB ડેટા, જાણો કેમ

નવી દિલ્હીઃ જો તમે વોડાફોન (Vodafone) યૂઝર છો તો કંપની તરફથી તમારા માટે શાનદાર રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત હેઠળ કંપની પોતાના યૂઝરોને એક વર્ષ સુધી અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સુવિધા આપી રહી છે. આ સિવાય દરરોજ 1.5GB ડેટા અને 365 દિવસ સુધી દરરોજ 100SMSની સુવિધા પણ મળી રહી છે. પરંતુ આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે એક નાનું કામ કરવું પડશે. 

આ ઓફરનું નામ  "Vodafone Prepaid & Citibank Credit Card Offer" છે. કંપનીએ સિટી બેન્કની સાથે કરાર કર્યો છે. તમારે વોડાફોનની વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ સિટી બેન્ક ક્રિકેટ કાર્ડ માટે એપ્લાઈ કરવાનું છે. ઓફરની શરૂઆત 30 એપ્રિલથી થઈ અને તેનો ફાયદો 31 જુલાઈ સુધી લઈ શકાય છે. 

આ ક્રેડિટ કાર્ડ પર મળશે ફાયદો
આ ઓફરનો લાભ લેવા માટે તમારે સિટી બેન્કનું રિવોર્ડ્સ, IOC, કેશબેક અને પ્રીમિયર માઇલ્સ ક્રેડિટ કાર્ડ માટે એપ્લાઈ કરવું પડશે. કાર્ડ જારી થયા બાદ 30 દિવસની અંદર તમારે 4000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે ત્યારે ઓફરનો લાભ મળશે. 

ટર્મ એન્ડ કંડીશન
1. આ સુવિધાનો લાભ માત્ર વોડાફોનના પ્રીપેઇડ યૂઝરો ઉઠાવી શકે છે. 
2. યૂઝરની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ હોવી જોઈએ. 
3. દિલ્હી, નોઇડા, ગુરૂગ્રામ, મુંબઈ, બેંગલુરૂ, પુણે, હૈદરાબાદ, કોલકત્તા, અમદાવાદ, સિકંદરાબાદ, ચેન્નઈ, વડોદરા, કોયમ્બતૂર, જયપુર અને ચંડીગઢના યૂઝરો જ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. 
4. ક્રેડિટ કાર્ડ જારી થયા બાદ 30 દિવસની અંદર 4000 રૂપિયાની ખરીદી કરવા પર આ ઓફરનો લાભ લઈ શકાય છે. 
5. POS ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન ખરીદીનો ખર્ચ ગણવામાં આવશે.
6. વોડાફોન પહેલા આઈડિયા આ પ્રકારની ઓફર લઈને આવ્યું હતું. કંપનીએ યૂઝરોને 365 દિવસની વેલેડિટી સાથે દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news