ત્રણ મહિનાનું અફેર પહોંચ્યું બ્રેકઅપ સધી, એલન મસ્કના ટ્વિટર પ્રેમનો આવ્યો અંત
Elon Musk Twitter Deal: ટ્વિટર અને એલન મસ્કનો સોદો હવે કેન્સલ થઈ ગયો છે. મસ્કે આ સોદાથી પાછળ હટવાનો નિર્ણય કર્યો છે. ત્રણ મહિનાથી ચાલી રહેલા આ અફેરનો અંત હવે નજીક આવી ગયો છે. આવો એક નજર કરીએ કેવી રીતે શરૂ થઈ મસ્ક અને ટ્વિટરના રોમાંસની કહાની.
Trending Photos
Elon Musk Twitter Deal: એલન મસ્કે ટ્વિટર સોદાથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 44 અબજમાં ટ્વિટર ખરીદવાનો સોદો હવે તૂટી ગયો છે. એપ્રિલમાં શરૂ થયેલું ટ્વિટર અને એલન મસ્કનું અફેર હવે બ્રેકઅપ સુધી પહોંચી ગયું છે. મસ્ક અને ટ્વિટર સોદો કોઈ હાઈવોલ્ટેજ ડ્રામાથી ઓછું નથી.
છેલ્લા ત્રણ મહિનાથી કોઈને કોઈ કારણથી આ સોદો ચર્ચામાં રહ્યો છે. પહેલા તેની કિંમતને લઇને તો પછી CEO સાથે મતભેદ અને હવે તો તૂટવાની ચર્ચા થઈ રહી છે. આ સોદો કેન્સલ થયા બાદ એક જંગ કોર્ટમાં પણ થશે. કેમ કે સોદાથી પીછેહટ કરનાર પાર્ટીએ બીજી પાર્ટીને એક અબજ ડોલરનું નુકસાન ચૂકવવું પડશે. આવો નજર કરીએ ટ્વિટર અને એલન મસ્કના Love, સોદો અને ધોખાની સંપૂર્ણ કહાની પર...
ક્યારે થઈ શરૂઆત?
એપ્રિલની શરૂઆતમાં મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા ભાગીદારી ખરીદી લીધી. આ ભાગીદારીને તમે બંનેની પહેલી ડેટ સમજી શકો છો. 4 એપ્રિલના મસ્ક અને ટ્વિટરના અફેરનો ખુલાસો રેગ્યુલેટરીની ફાઈલિંગમાં થયો. ત્યારબાદ ટ્વિટરના શેરમાં તેજી આવી. લોકોને લાગ્યું કે મસ્ક ટ્વિટરમાં એક એક્ટિવ રોલ પ્લે કરશે. જોકે, મસ્કનું પ્લાનિંગ દૂરનું હતું. જ્યારે કંપનીએ તેના બોર્ડમાં સામેલ થવાની ઓફર કરી, તો મસ્કે તેને ઠુકરાવી દીધી. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તો મસ્કને બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ 10 એપ્રિલના પરાગે જણાવ્યું કે મસ્કે બોર્ડમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.
આખરે ટ્વિટરે સ્વીકાર્યો મસ્કનો પ્રસ્તાવ?
13 એપ્રિલના મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી લોકોને ચોંકાવી દીધા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 54.2 ડોલર પ્રતિ શેરના રેટથી 44 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી. 13 એપ્રિલના ફાયલિંગમાં આ વાત સામે આવી હતી. શરૂઆતમાં ટ્વિટરે 'પોયઝન પિલ' વ્યૂહરચના અપનાવી, પરંતુ બાદમાં તેણે મસ્કની 44 અબજ ડોલરની ઓફરને એક્સેપ્ટ કરી લીધી. 25 એપ્રિલના ટ્વિટરે મસ્કની ઓફર સ્વિકારી હતી. પરંતુ બંને વચ્ચે રોમાંસ વધારે દિવસ ચાલ્યો નહીં અને ટુંક સમયમાં સંબંધમાં તિરાડ પડી ગઈ.
સંબંધમાં પડી તિરાડ
13 મેના એલન મસ્કે ટ્વિટર સોદાને હોલ્ડ પર રાખ્યો. જોકે, તેણે સોદાને ટેમ્પરેરી હોલ્ડ પર મુક્યો હતો. તેનું કારણ સ્પામ અને ફેક એકાઉન્ટ્સ હતા. હકીકતમાં મેની શરૂઆતમાં SEC ફાયલિંગમાં ટ્વિટરે કહ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર માત્ર 5 ટકા જ સ્પામ એકાઉન્ટ છે. આ વાતને લઇને ટ્વિટર અને મસ્ક વચ્ચે મતભેદ શરૂ થયા હતા. મેના અંતમાં બંને વચ્ચેનો ઝગડો ટ્વિટર પર આવ્યો. ઘણી વખત મસ્ક અને ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ આમને-સામને આવ્યા. ખાસ કરીને બોટ્સને લઇને બંને વચ્ચે છુપાયેલી તિરાડ પણ જોવા મળી. મસ્ક સતત ટ્વિટર પર સ્પામ એકાઉન્ટ્સની યોગ્ય ડિટેલ્સ ન આપવાનો આરોપ લગાવી રહ્યા હતા.
બ્રેકઅપ અથવા ધોખો
16 જૂનના મસ્કે ટ્વિટર સ્ટાફ સાથે વાતચીત કરી અને એવું લાગ્યું કે જલ્દી સોદો થશે. મસ્કે ટ્વિટરને એક અબજ યુઝર્સના પ્લેટફોર્મ બનાવવાનું પણ વિઝન દેખાડ્યુંસ, પરંતુ તેમણે કોસ્ટ કટિંગ અને ફ્રી સ્પીચ લિમિટ પર પણ વાત કરી. 8 જુલાઈ... જ્યારે મસ્કે આ સંબંધને તોડવાનો નિર્ણય કર્યો. તેમણે ટ્વિટર પર ફેક એકાઉન્ટ્સને લઇને ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવતા સોદો કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્વિટરના ચેરમેને સોદો તોડવાને કારણે મસ્ક સામે લીગલ એક્શન લેવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે