Jio ની જબરદસ્ત ઓફર, હવે 200 રૂપિયાના રિચાર્જ પર મળશે 200 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો

Jio એ પોતાના યૂઝર્સ માટે કેશબેક ઓફર રજૂ કરી છે. જેને લઈને યૂઝર્સ થોડા વિચારમાં પડી ગયા છે. તેવામાં અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ કે કંપનીના પ્લાનની સાથે તમને શું લાભ મળશે. 

Jio ની જબરદસ્ત ઓફર, હવે 200 રૂપિયાના રિચાર્જ પર મળશે 200 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો

નવી દિલ્હીઃ Reliance Jio Cashback Offer: ટેલીકોમ કંપનીની દિગ્ગજ કંપની Reliance Jio પોતાના યૂઝર્સની સુવિધાઓ (Jio 20% Cashback) નું ખાસ ધ્યાન રાખે છે અને આ કારણ છે કે કંપની હંમેશા નવા પ્લાન અને ઓફર્સ લઈને આવે છે. હાલમાં કંપનીએ 299 રૂપિયાની કિંમતવાળો એક લોન્ગ ટર્મ પ્લાન રજૂ કર્યો છે, જે 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા આપે છે. આ સાથે કંપનીએ JioMart Maha Cashback Offer ની પણ જાહેરાત કરી છે. જે હેઠળ યૂઝર્સને ઘણા પ્લાન પર 20 ટકા કેશબેકનો લાભ મળશે. આવો જાણીએ JioMart Maha Cashback Offer વિશે. 

આ પ્લાનમાં મળશે કેશબેક
JioMart Maha Cashback Offer ને લઈને કેટલાક યૂઝર્સ કન્ફ્યૂઝ હતા કે કેશબેક ક્યા પ્લાનની સાથે મળશે. કારણ કે પહેલા આ ઓફર માત્ર 299 રૂપિયા, 666 રૂપિયા અને 179 રૂપિયાવાળા પ્લાનની સાથે ઉપલબ્ધ હતી. પરંતુ હવે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓફરનો લાભ 200 રૂપિયા કે તેનાથી વધુ કિંમતવાળા તમામ પ્રીપેડ પ્લાન્સની સાથે મળશે. જો તમે 200 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનનું રિચાર્જ કરાવો છો તો તમને 20 ટકા કેશબેક એટલે કે 200 રૂપિયાનું કેશબેક મળશે. તેનો મતલબ છે કે તમે પ્લાનનો લાભ ફ્રીમાં ઉઠાવી શકશો. 

આ રીતે ઉઠાવો ઓફરનો લાભ
જો તમે Jio ની કેશબેક ઓફરનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો મહત્વનું છે કે તમારે કંપનીની સત્તાવાર વેબસાઇટ કે MyJio એપ પર જઈને કોઈપણ પ્રીપેડ પ્લાનની પસંદગી કરવી પડશે. જો તમે 200 રૂપિયા કે તેનાથી વધુનું રિચાર્જ કરાવો છો તો તમને 20 ટકા કેશબેક મળશે, જે તમારા જિયો એપ બેલેન્સમાં એડ થઈ જશે. તેનો લાભ તમે આગામી રિચાર્જમાં મેળવી શકો છો. મહત્વનું છે કે એક દિવસમાં યૂઝર્સ વધુમાં વધુ 200 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત કરી શકે છે. આ કેશબેક માત્ર રિચાર્જ નહીં, પરંતુ AJio, Jio Mart પરથી શોપિંગ પણ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news