મુકેશ અંબાણીને મોટો ઝટકો! માત્ર 30 દિવસમાં ગુમાવી દીધા 79 લાખ ગ્રાહક, જાણો વિગત

Mukesh Ambani Reliance Jio Users: મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો સતત પોતાના યુઝર્સ ગુમાવી રહી છે. કંપનીએ માત્ર 30 દિવસમાં 79 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. જાણો તેનું કારણ...

 મુકેશ અંબાણીને મોટો ઝટકો! માત્ર 30 દિવસમાં ગુમાવી દીધા 79 લાખ ગ્રાહક, જાણો વિગત

Mukesh Ambani Reliance Jio Users: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો આ સમયે ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. શરૂઆતથી આ કંપનીએ યુઝર્સને પોતાના દીવાના બનાવી રાખ્યા છે, પરંતુ જુલાઈ મહિનામાં પ્લાન્સની કિંમતમાં વધારો કરવાથી કંપની સતત પોતાના ગ્રાહકો ગુમાવી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર 2024માં કંપનીએ 7.9 મિલિયન એટલે કે 79 લાખ ગ્રાહકો ગુમાવી દીધા છે. મોંઘા પ્લાન્સને કાપણે લાખો યુઝર્સ સરકારી કંપની બીએસએનએલ તરફ વળ્યા છે. આવો તેના વિશે જાણીએ...

સપ્ટેમ્બર 2024માં મોટો ઘટાડો
ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI ના આંકડા અનુસાર ખાનગી ટેલીકોમ કંપનીઓએ સપ્ટેમ્બર 2024માં કુલ 10 મિલિયન એટલે કે 1 કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ જિયોને થયું છે, તેણે 7.9 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા છે. તો ભારતીય એરટેલે પણ 1.4 મિલિયન અને વોડાફોન-આઈડિયાએ 1.5 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા છે, પરંતુ બીજીતરફ બીએસએનએલને સૌથી મોટો ફાયદો થયો છે. 

બીએનએસએલ સાથે જોડાયા 55 લાખ નવા યુઝર્સ
બીજીતરફ બીએસએનએલે તેનો ફાયદો ઉઠાવતા જુલાઈથી ઓક્ટોબર 2024 વચ્ચે 5.5 મિલિયન એટલે કે 55 લાખ નવા યુઝર્સ જોડ્યા છે. દૂરસંચાર વિભાગ એટલે કે DoT ના આંકડા પ્રમાણે જુલાઈ 2024માં બીએસએનએલમાં 1.5 મિલિયન નવા ગ્રાહકો જોડાયા છે. જ્યારે ઓગસ્ટ 2024માં આ સંખ્યા વધી 2.1 મિલિયન સુધી પહોંચી હતી. તો સપ્ટેમ્બરમાં 1.1 મિલિયન અને ઓક્ટોબર 2024માં 0.7 મિલિયન ગ્રાહકો સરકારી કંપની સાથે જોડાયા છે. 

ખાનગી કંપનીઓ પર વધતો દબાવ
જૂન 2024માં ટેરિફ વધારા પહેલા યુઝર્સ ખાનગી ટેલીકોમ કંપનીઓ તરફ આકર્ષિત થઈ રહ્યાં હતા, પરંતુ રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ બીએસએનએલનો દબદબો વધી રહ્યો છે. બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રોબર્ટ રવિએ તાજેતરમાં જણાવ્યું હતું કે કંપની હાલ પોતાના પ્લાન મોંઘા કરશે નહીં. એટલું જ નહીં તાજેતરમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ બીએસએનએલની સફળતા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે- મને બીએસએનએલમાં મોટી તક દેખાઈ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news