અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા

Ahmedabad Accident : અમદાવાદઃ ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના... AMTS બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા... બંને કર્મચારીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા 

અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા

Ahmedabad News અમદાવાદ : અમદાવાદના રસ્તા પર ફરી લોહીની નદી વહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ઓવરબિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. એએમટીએસ બસ રિપેર કરતા બે ફોરમેનને આઈસર ટ્રકે કચડ્યા હતા. જ્યાં સ્થળ પર જ બે ફોરમેનના મોત નિપજ્યા હતા. હાલ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોચી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક એએમટીએસ બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે પાછળથી આઇસરે ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી હતી. આઈસરે બસને ટક્કર મારતા બંને બાદ વચ્ચે કામ કરી રહેલા ફોરમેનના મોત નિપજ્યા. 

મૃતકોના નામ

  • હૃદયાનંદ રામલક્ષ્મણ યાદવ
  • રોનક દિનેશભાઈ શ્રીમાળી

આ અકસ્માતની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માત થતા ઓવરબિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસે આઈસર ટ્રક ચાલકની અટકાયત કરી છે. 

તો બીજી તરફ, બંને ફોરમેનના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા જ માહોલમાં ગમગીની છવાઈ હતી. પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. આઈસર ટ્રકની એક ભૂલને કારણે બે ફોરમેને પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news