સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો

Gold Price Today: લગ્નની સિઝનમાં સોનાની કિંમત ચર્ચાનો વિષય બની રહે છે. સોનું તેની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું, પરંતુ તેની વચ્ચે આજે રાહતના સમાચાર મળ્યા છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આજે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો

Gold Rate: લગ્નની સિઝનમાં સોનાની કિંમત ચર્ચાનો વિષય બની રહે છે. સોનું તેની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું, પરંતુ તેની વચ્ચે આજે રાહતના સમાચાર મળ્યા છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું 80430 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી સસ્તું થઈને 80048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આજે ચાંદીનો ભાવ ઘટીને 89856 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.

24 કેરેટથી લઈને 18 કેરેટ સુધી સોનાની કિંમત
જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારી તક છે. દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 27 જાન્યુઆરીએ 24K સોનાની કિંમત 80048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ આજે...

24 કેરેટ સોનાની કિંમત 80048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
23 કેરેટ સોનાની કિંમત 79727 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટ સોનાની કિંમત 73324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
18 કેરેટ સોનાની કિંમત 60036 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
14 કેરેટ સોનાની કિંમત 46828 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

સોનાની વાયદા કિંમત
સોનાની વાયદા ભાવમાં રૂ. 328નો ઘટાડો આવ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સટોડિયાઓએ તેમના સોદાના કદમાં ઘટાડો કર્યો હોવાને કારણે વાયદા વેપારમાં સોમવારે સોનાની કિંમત રૂ. 328 ઘટીને રૂ. 79,698 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCE)માં ફેબ્રુઆરી મહિનામાં સપ્લાય માટે સોનાના કોન્ટ્રેક્ટની કિંમત રૂ. 328 અથવા 0.41 ટકા ઘટીને રૂ. 79,698 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે.

ચાંદીની વાયદા કિંમત
વાયદાના વેપારમાં આજે ચાંદીની કિંમતમાં રૂ. 1,084 ઘટવાની સાથે રૂ. 90,515 પ્રતિ કિલો થઈ ગઈ છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCE)માં ચાંદીની માર્ચમાં ડિલિવરી માટે કિંમત રૂ. 1,084 અથવા 1.18 ટકા ઘટીને રૂ. 90,515 પ્રતિ કિલો પર આવી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news