માર્કેટમાં આવી નવી SUV, 3 દરવાજાની ગાડીને જાતે ડિઝાઈન કરી શકશો

જેગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover, JLR) ભારતમાં પોતાની નવી લેન્ડ રોવર ડિફેન્ડર (new Land Rover Defender) નું બુકિંગ શરૂ કરી દીધું છે. આ મોડલમાં 300 PS પેટ્રોલ પાવરટ્રેન લાગેલી છે. તેની એક્સ શો-રૂમ કિંમત (X Showroom) 69.99 લાખ રૂપિયાથી શરૂ થશે. આ વાહન બે કેટેગરીમાં 3 દરવાજાના મોડલ અને 5 દરવાજાની ટ્રીમમાં ઉપલબ્ધ હશે.
માર્કેટમાં આવી નવી SUV, 3 દરવાજાની ગાડીને જાતે ડિઝાઈન કરી શકશો

ઝી મીડિયા/બ્યૂરો :જેગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover, JLR) ભારતમાં પોતાની નવી લેન્ડ રોવર ડિફેન્ડર (new Land Rover Defender) નું બુકિંગ શરૂ કરી દીધું છે. આ મોડલમાં 300 PS પેટ્રોલ પાવરટ્રેન લાગેલી છે. તેની એક્સ શો-રૂમ કિંમત (X Showroom) 69.99 લાખ રૂપિયાથી શરૂ થશે. આ વાહન બે કેટેગરીમાં 3 દરવાજાના મોડલ અને 5 દરવાજાની ટ્રીમમાં ઉપલબ્ધ હશે.

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના CMD રોહિત સૂરીએ કહ્યું કે, new Land Rover Defender એક આધુનિક 21મી સદીનું પેકેજ છે. new Land Rover Defender અને 110 ટ્રીમ બંનેમાં 5 સંસ્કરણો-બેસ, એસ, એસઈ, એચએસઈ અને ફર્સ્ટ એડિશનમાં ઉપલબ્ધ હશે. 

2019માં JLR ઈન્ડિયાએ ઘરેલુ સ્તર પર બનેલી રેન્જ રોવર (Range Rover) વેલરનું વેચાણ શરૂ કર્યું હતું. તેની એક્સ શો રૂમ કિંમત 72.47 લાખ રૂપિયાથી શરૂ કરી હતી. વેલરનું આર ડાયનેમિક એસ કેટેગરી પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પોમાં અવેલેબલ છે. 

JLR ઈન્ડિયાની રેન્જ રોવર (Range Rover) વેલર આર ડાયનિક-એસ (R Dynamic S) વર્ઝન સમગ્ર રીતે યુનિટ (સીબીયુ) ની સરખામણીમાં ઘરેલુ સ્તર પર વિનિર્મિત મોડલ 15 થી 20 ટકા સસ્તુ છે.

જેએલઆર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વેલની સ્થાનિક સ્તર પર મેન્યુફેક્ચરિંગ શરૂ થવાથી કંપનીને ભારતીય લક્ઝરી એસયુવી (SUV) કેટેગરીમાં પ્રતિસ્પર્ધા કરવામાં મદદ મળશે. તેમાં ફ્લશ ડોર હેન્ડિલ અને ઈન્ડિગ્રેટેડ રિયરલ સ્પોયલર આપવામાં આવ્યા છે. કંપનીએ તેને કસ્ટમાઈઝ કરવાની પણ સુવિધા આપી છે. કંપનીની વેબસાઈટ પર ગ્રાહક તેને ડિઝાઈન કરી શકે છે.

કરોડોના હાથી દાંત લઈને ફરતો વિનાયક પુરોહિત વડોદરાથી પકડાયો

આ વચ્ચે, ટાટા મોટર્સ (Tata Motors) ના નિર્દેશક મંડળ દ્વારા મંજૂરી પ્રાપ્ત સમિતિએ અંગત પ્લાનિંગના આધાર પર બિન-પરિવર્તનીય ડિબેન્ચર જાહેર કરીને 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી દીધી છે.

કંપનીએ શેર માર્કેટમાં પણ મોકલેલી સૂચમાં કહ્યું કે, સમિતિએ 10 લાખ રૂપિયા પ્રત્યેક મૂલ્યવાળા 5000 રેડેડ, સૂચનાબદ્ધ, ગેરેન્ટી વગરના, વિમોચ્ય ઈ28 બી કેટેગરીના બિન-પરિવર્તનીય ડિબેન્ચર જાહેર કરીને 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી છે. તેમાં આગળ કહેવાયું છે કે, આ રકમ અંગત નિયોજનના માધ્યમથી 250-250 કરોડ રૂપિયાના બે હપ્તામાં એકઠી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news