વાહન ચાલકો સાવધાન! આ સર્ટિફિકેટ નહીં હોય તો થશે 10 હજાર સુધીનો દંડ, આ રીતે કરો ડાઉનલોડ

How To Download PUC Certificate: વાહન ચલાવતા સમયે તમારી પાસે લાઇસન્સ, વીમા અને આરસી ઉપરાંત પીયૂસી પ્રમાણપત્ર હોવું જરૂરી છે. દિલ્હીમાં PUC વગર વાહન ચલાવનારને 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

વાહન ચાલકો સાવધાન! આ સર્ટિફિકેટ નહીં હોય તો થશે 10 હજાર સુધીનો દંડ, આ રીતે કરો ડાઉનલોડ

How To Download PUC Certificate: પોલ્યૂશન અંડર કંટ્રોલ અથવા પીયૂસી એક જરૂરી દસ્તાવેજ છે. કાર અથવા બાઈક ચાલક પાસે હંમેશા હોવું જોઇએ. પીયૂસી દસ્તાવેજ પ્રમાણિત કરે છે કે વાહનનું ઉત્સર્જન સ્તર નિર્ધારિત ધોરણો કરતા ઓછું છે. સરળ શબ્દોમાં કહીએ તો વાહન એક સીમાથી વધારે પ્રદૂષણ કરી રહ્યું નથી.

વાહન ચલાવતા સમયે તમારી પાસે લાઇસન્સ, વીમા અને આરસી ઉપરાંત પીયૂસી પ્રમાણપત્ર નથી, તો તમને મેમો મળી શકે છે. દિલ્હીમાં PUC વગર વાહન ચલાવનારને 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે PUC સર્ટિફિકેટને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

પહેલા કરો આ કામ
સૌથી પહેલા જરૂરી છે કે તમે સરકાર દ્વારા અધિકૃત પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લો અને વાહનનો પ્રદૂષણ ટેસ્ટ કરાવી લો. જ્યાં તમારા વાહનના સાઈલેન્સરમાં એક લાડકી જેવું ઉપકરણ નાખવામાં આવશે અને એન્જિન ચાલુ કરવામાં કહેવામાં આવશે. આ પ્રકારે પ્રદૂષણ લેવલની તપાસ કરવામાં આવે છે. એકવાર પરીક્ષણ થઈ ગયા બાદ પીયૂસી સર્ટિફિકેટ આપવામાં આવે છે. તમે ઇચ્છો તો તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે ડાઉનલોડ કરો PUC સર્ટિફિકેટ
સરકાર વાહન માલિકોને તેમના પીયૂસી ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે એક સરળ રીત આપે છે.
સૌથી પહેલા તમે પરિવહન સેવા વેબસાઈટ પર જવું પડશે. ત્યાં તમને એક ટેબ પર પીયૂસીનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.
ત્યારબાદ તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરના છેલ્લા પાંચ અંક નોંધવા માટે કહેવામાં આવશે. સાથે જ તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
એક વખત સબમિટ કર્યા બાદ તમે તમારા પીયૂસીની સ્થિતિ જાણી શકો છો. જો તે વેલિડ છે તો પીયૂસીને ડાઉનલોડ કરી શકાય છે. જો તમે તેના માટે અરજી કરી છે, તો ત્યાં તમારી અરજીની સ્થિતિ પણ દેખાશે અને જ્યારે પીયૂસી ઉપલબ્ધ થયા બાદ તેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news