રાજીવ કુમાર News

આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર GDPના ઓછામાં ઓછા 8 ટકાનો ખર્ચ કરે: નીતિ પંચ
નીતિ પંચના સભ્ય વી.કે પોલે મંગળવારે સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યની સ્થિતીને વધારે સારી કરવા માટે બજેટની ફાળવણી વધારવા માટે જણાવ્યું છે. સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યોની સ્થિતી અંગે સ્વસ્થય રાજ્ય, પ્રગતિશિલ ભારત શીર્ષક હેઠળ રિપોર્ટ જાહેર કરવામાં આવવા પ્રસંગે પોલે કહ્યું કે, સ્વાસ્થય ક્ષેત્રમાં હજી ઘણુ કામ કરવાની જરૂરી છે. તેમાં સુધારા માટે સ્થિર તંત્ર, મહત્વપુર્ણ પદોને ભરવામાં આવવું તથા સ્વાસ્થય બજેટ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનાં જીડીપી ઉત્પાદનનાં 2.5 ટકા સ્વાસ્થય પાછળ ખર્ચ કરવો જોઇએ. રાજ્યોની સ્વાસ્થય પાછળ ખર્ચનો સરેરાશ પોતાનાં રાજ્યનાં જીડીપીથી 4.7 ટકાથી વધારીને 8 ટકા (શુદ્ધ રાજ્ય સ્થાનિક ઉત્પાદનના) કરવું જોઇએ. પોલે તેમ પણ જણાવ્યું કે, અમે નાણાપંચને સ્વાસ્થ ક્ષેત્રમાં સારુ કામ કરનારા રાજ્યોને પ્રોત્સાહીત કરવા માટેની પણ અપીલ કરીશું. 
Jun 26,2019, 17:06 PM IST

Trending news