મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બંગાળમાં સીબીઆઇની તપાસ મુદ્દે મમતા બેનર્જીના ઘરણા પર સ્પષ્ટ રીતે કંઇ નથી કહ્યું, પરંતુ તે જરૂર કહ્યું છે કે ચૂંટણી આચાર સંહિતી લાગવામાં હજી એક મહિના અથવા તેનાંથી થોડા વદારે સમયની વાર છે.આ દરમિયાન દેશમાં કંઇ પણ થઇ શકે છે, કારણ કે નેતાઓને હવે માત્ર વોટની ચિંતા છે. દેશની નહી, દેશની ચિંતા કોણ કરે છે ? 

મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બંગાળમાં સીબીઆઇની તપાસ મુદ્દે મમતા બેનર્જીના ઘરણા પર સ્પષ્ટ રીતે કંઇ નથી કહ્યું, પરંતુ તે જરૂર કહ્યું છે કે ચૂંટણી આચાર સંહિતી લાગવામાં હજી એક મહિના અથવા તેનાંથી થોડા વદારે સમયની વાર છે.આ દરમિયાન દેશમાં કંઇ પણ થઇ શકે છે, કારણ કે નેતાઓને હવે માત્ર વોટની ચિંતા છે. દેશની નહી, દેશની ચિંતા કોણ કરે છે ? 

મુખ્યમંત્રી નીતીશ કુમારને જ્યારે પુછવામાં આવ્યું કે, જો બિહારમાં એવું થાય, તો તેઓ શું કરશે ? જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે તમને એવા લાગીએ છીએ. અમારી અહીં કોઇ પણ અધિકારી પર દાગ નથી. અમે આવું કામ નથી કરતા. લોક સંવાદ બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, દેશની સ્થિતી યોગ્ય નથી. ચૂંટણી નજીક છે, જ્યા સુધી ચૂંટણીની જાહેરાત નથી થઇ જતી અને દેશમાં આચાર સંહિતા લાગુ નથી થતી ત્યા સુધી ગમે તે થઇ શકે છે. 

નીતીશે કહ્યું કે, કટુતાનું વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે. આગળ પણ આવી ઘટનાઓ બની શકે છે. મુખ્યમંત્રી મમતાના ધરણા અંગે તેમણે જ જવાબ આપવો જોઇએ. આખરે તેઓ આવુ કેમ કરી રહ્યા છે. અમારી આદત જવાબ આપવાની નથી, અમે વ્યવસ્થા અનુસાર કામ કરીએ છીએ. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, આવી ઘનટાઓ તત્કાલીક જ થાય છે, જેમને દેશ અને લોકો પર કોઇ વદારે અસર નથી થતી. લોકો ઘટનાઓને ઝડપથી ભુલી જાય છે, તેમણે આ યાદ પણ નથી રહેતું. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા અંગેના સવાલ પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કામ કોંગ્રેસનાં સમયનું હોય છે. જો કે સુપ્રીમ કોર્ટે સંવિધાન અનુસાર ચુકાદો આપ્યો, જેની ઘણી વસ્તુઓ બરાબર થઇ ગઇ. હવે એવું થઇ શકે નહી, કારણ કે સુપ્રીમ કોર્ટનાં આદેશ એવા આવતા રહે છે. 

સીએમએ કહ્યું કે, 2005માં બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. જો કે ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું. કોર્ટની આકરી ટીપ્પણી આવી હતી. નિર્ણયને ખોટો ગણાવાયો હતો, જો કે તે સમયે ચૂંટણીની જાહેરાત થઇ ગઇ હતી. એટલા માટે આ અનુભવ યોગ્ય નથી. 

કંઇક તો બોલશે રાહુલ
પટનામાં રેલી દરમિયાન રાહુલનાં નિવેદન અંગે મુખ્યમંત્રી નીતીશે કહ્યું કે, ચૂંટણી છે, તો રાહુલ કંઇક તો બોલશે જ. પટના યુનિવર્સિટી અંગે તેમને કોઇકે જણાવ્યું હશે અને લાગ્યું હશે કે આ સેંટિમેન્ટલ નિર્ણય છે, માટે જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે શા માટે આ નિર્ણય ન લેવામાં આવ્યો. જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા હતા ત્યારે અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ મુદ્દો તેમણે રદ્દ કર્યો હતો, જેથી હવે રાહુલ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news