શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ, જાણો દરેક વિગત

અમદાવાદની એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીનું અચાનક હાર્ટ એટેક આવવાને લીધે મૃત્યુ થયું છે. રાજ્યભરમાં આ બાળકીના મોતના સમાચાર ચર્ચામાં આવી ગયા છે. ત્યારે તમે પણ જાણો બાળકોમાં કેવા હોય છે હાર્ટ એટેકના લક્ષણો.. હાર્ટ એટેકથી બચાવવા શું સંભાળ રાખવી જોઈએ.

શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ, જાણો દરેક વિગત

રાજકોટઃ આપણા ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. નાના કે મોટી ઉંમરના લોકોનો હાર્ટ એટેક ભોગ લઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી જેણે સૌને હચમચાવી દીધા. સ્કૂલની અંદર 8 વર્ષની બાળકીને અચાનક દુઃખાવો ઉપડ્યો અને ખુરશીમાં બેસતા જ તે ઢળી પડી. ત્યારબાદ થોડી જ વારમાં મોતને ભેટી. ત્યારે કેવી રીતે થયું માસુમનું અણધાર્યું મોત?...બાળકોનું કેવી રીતે રાખશો ધ્યાન?...જુઓ આ અહેવાલમાં...

હચમચાવી દેતી ઘટના
ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. ખાન-પાન બદલાતા હાર્ટ એટેકથી અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. વધુ એક એવો કિસ્સો સામે આવ્યો જેણે હાહાકાર મચાવી દીધો છે...અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં ધારણ ત્રણમાં ભણતી 8 વર્ષની બાળકી અચાનક મોતને ભેટી....ગાર્ગી રાણપરા નામની આ બાળકી એકદમ સ્વસ્થ હતી...નતો તેને કોઈ બીમારી હતી..નતો કોઈ સમસ્યા હતી...સ્કૂલની અંદર ગયા પછી તેને અચાનક કંઈક એવું થયું કે તે એક ખુરશી પર બેસી અને થોડી જ વારમાં ત્યાં જ ઢળી પડી....

ત્રીજા ધોરણમાં ભણતી બાળકીનું મોત
સ્કૂલની અંદરના જે CCTV સામે આવ્યા છે તે હચમચાવી દે તેવા છે...નિરોગી અને એકદમ સ્વસ્થ દેખાતી આ બાળકી જ્યારે ખુરશી પર ઢળી પડી તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી....પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી......પોતાના દાદા-દાદી સાથે રહેતી 8 વર્ષની ગાર્ગીના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. ગાર્ગીના માતા-પિતા મુંબઈમાં રહે છે. બાળકીના મોતના સમાચાર પોલીસને મળતાં જ પોલીસની ટીમે સ્કૂલમાં પહોંચી હતી અને અકસ્માતે મોતને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

ગાર્ગીના મોતનું હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ તો સામે નથી આવ્યું...પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ હાર્ટ એટેક હોય તેમ લાગી રહ્યું છે. બાળકોમાં વધતાં આ પ્રકારના કેસ ચિંતા વધારનારા છે. ત્યારે સૌથી પહેલા તમે બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો કેવા હોય છે તે તમે જાણી લો....હોઠની નજીક વાદળી રંગના નિશાન પડી જવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, થોડું ચાલ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ, યોગ્ય વિકાસનો અભાવ, ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો થવો એ સામાન્ય લક્ષણો છે...જો લક્ષણો તમને જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ...હવે તમે કેવી રીતે ધ્યાન રાખશો તે પણ જાણી લો...તો જન્મ સમયે બાળકના હ્રદયના તમામ પરીક્ષણ કરાવવા જોઈએ, બાળકોને જંક ફૂડ ન આપવું જોઈએ, બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને નિયમિત કસરત કરાવવી જોઈએ...

બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો
હોઠની નજીક વાદળી રંગના નિશાન પડી જવા
શ્વાસ લેવામાં તકલીફ થવી
થોડું ચાલ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ
યોગ્ય વિકાસનો અભાવ
ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો થવો 
લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો

શું રાખશો ખાસ ધ્યાન? 
જન્મ સમયે બાળકના હ્રદયના તમામ પરીક્ષણ કરાવવા 
બાળકોને જંક ફૂડ ન આપવું જોઈએ
બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા 
બાળકોને નિયમિત કસરત કરાવવી જોઈએ

આપણી જીવન શૈલી અને આહારમાં આવેલા બદલાવને કારણે જ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. શરીરને યોગ્ય શ્રમ આપવો જોઈએ અને પોષણક્ષણ આહાર લેવો જોઈએ...ત્યારે ગાર્ગીના મોતથી દરેક વાલીઓ પોતાના બાળકની સારસંભાળની કોઈ શીખ લે તે જરૂરી છે..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news