Sucide News

મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર
શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 
Dec 28,2020, 23:07 PM IST
13 હજારથી વધારે વિદ્યાર્થીઓને ભણાવનારા ગણિતના નિષ્ણાંત શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર
વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી મેથ્સના જાણીતા શિક્ષકે જીવન ટુંકાવ્યુ. શિક્ષક પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને  સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હોવાનુ સામે આવ્યુ છે. શહેરના ધરણીધર વિસ્તારમાં રહેતા પાર્થ ટાંક નામે ટ્યુશન ક્લાસીસ ચલાવી વિદ્યાર્થીઓને ગણિતના ક્લાસ ચલાવતા શિક્ષકે 14માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક પાર્થ ટાંક સવારે જીમમાં જવા માટે ઘરેતી નિકળ્યા હતા. વિશાલા પાસે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું જેમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું મોત નિપજયું છે.બનાવની જાણ થતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 
Dec 21,2020, 17:28 PM IST

Trending news