BOLLYWOOD SUCIDE: કોઈએ 25 વર્ષે તો કોઈએ કારકિર્દીની ટોચે કર્યો આપઘાત, ગ્લેમર ભારે પડ્યું
વર્ષ 2020માં કોરોના બાદ જો સૌથી મોટી આઘાતજનક ઘટના બની હોય તો તે બોલિવૂડના યુવા સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતની છે. સુશાંતસિંહના આપઘાતે સૌ કોઈને હચમચાવી દીધા. હજી પણ સુશાંતના આપઘાતનું મૂળ કારણ બહાર આવી શક્યુ નહીં.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: અહીં ફિલ્મી સિતારાઓની વાત છે જેમને મહેનત કરી સફળતા અને પૈસા મળ્યા પરંતું પ્રેમ હોય કે પછી કામ ન મળવાની વાત હોય આ કલાકારો માનસિક તણાવમાં પડ્યા અને તેમને મોતને વ્હાલું કરી દીધું. કોઈએ નાની ઉમરમાં જીવન ટૂંકાવ્યું તો કોઈએ કારકિર્દીની ટોચ પર આપઘાત કર્યો તો કોઈનું મોત આપઘાત છે કે નહીં તે રહસ્ય બની ગયું.
સુશાંતસિંહ રાજપૂત
વર્ષ 2020માં કોરોના બાદ જો સૌથી મોટી આઘાતજનક ઘટના બની હોય તો તે બોલિવૂડના યુવા સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતની છે. સુશાંતસિંહના આપઘાતે સૌ કોઈને હચમચાવી દીધા. હજી પણ સુશાંતના આપઘાતનું મૂળ કારણ બહાર આવી શક્યુ નહીં. સુશાંત એક એવો અભિનેતા જેને ટેલિવિઝનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને અચાનક તેના આપઘાતે ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતું તેમના પ્રશંસકોને પણ ઝટકો લાગ્યો. 14 જુન 2020ના દિવસે સુશાંતે આપઘાત કર્યો હતો.
પ્રત્યૂષા બેનર્જી
'બાલિકા વધૂ' સિરિયલથી ઘર ઘરમાં જાણીતી બનેલી આનંદી એટલે કે પ્રત્યૂષા બેનર્જીના આપઘાતે પણ ઈન્ડસ્ટ્રીના લોકો અને તેના ફેન્સને શોકમાં મૂકી દીધા હતા. 1 એપ્રિલ 2016ના દિવસે પ્રત્યૂષાનો પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પ્રત્યૂષાના પરિવારના અને તેના નજીકના મિત્રોએ તેના બોયફ્રેન્ડ રાહુલરાજ સિંહ પર આત્મહત્યા કરવા માટે ઉકસાવવાના આરોપ લગાવ્યા હતા. રાહુલ પર પ્રત્યૂષાને માર મારવાના પણ આરોપ હતા. પ્રત્યૂષાએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેની ઉમર 25 વર્ષની હતી.
કુશાલ પંજાબી
ટીવી એકટર કુશાલ પંજાબીનો પણ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. કુશાલના મૃતદેહ સાથે સ્યુસાઈડ નોટ પણ મળી હતી. કુશાલે સ્યુસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈને જવાબદાર કહ્યા નહીં. કુશાલે સ્યુસાઈડ નોટમાં પોતાની સંપત્તિ તેની પુત્રી, માતા-પિતા અને બહેનમાં વહેંચી દેવાનો ઉલ્લેખ કર્યો પરંતું તેની પત્નીનું નામ ન લખતા વિવાદ સર્જાયો હતો.
જીયા ખાન
બોલિવૂડ અભિનેત્રી જીયા ખાનનો આપઘાત લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો. જીયા ખાન નિ:શબ્દ, હાઉસફુલ અને ગજની જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. 3 જૂન 2013ના દિવસે 25 વર્ષની ઉમરે જુહૂ એપાર્ટમેન્ટમાં તે મૃત હાલતમાં મળી આવી હતી. જીયાની માએ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પર જીયાની હત્યા કર્યાના આરોપ લગાવ્યા. રિપોર્ટસ અનુસાર મોતના કેટલાક મહિનાઓ પહેલા જીયા ગર્ભવતી હતી અને સૂરજે તેને એબોર્શન કરવા માટેની દવા આપી હતી. આ ઘટના બાદ જીયા માનસિક રીતે ભાંગી પડી. માનસિક તણાવમાં આવ્યા બાદ જીયા ખાન આપઘાત કરી લે છે.
સિલ્ક સ્મિતા
એકસમયે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જે એક્ટ્રેસની બોલબાલા હતી તે સિલ્ક સ્મિતાએ પણ આત્મહત્યા કરી હતી. 3 ડિસેમ્બર 1996ના દિવસે સિલ્ક સ્મિતાનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળ્યો હતો. સિલ્ક સ્મિતાએ આપઘાત કર્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. સિલ્ક સ્મિતા તેની એક્ટિંગ કરતા સેક્સ અપીલના કારણે ચર્ચામાં રહેતી હતી. સિલ્ક સ્મિતાએ તેના પ્રોડ્યુસર મિત્રએ રૂપિયા રોકી ફિલ્મ નિર્માણ કરવાની સલાહ આપી હતી. સિલ્ક સ્મિતાએ તેની બે ફિલ્મોમાં રૂપિયા રોક્યા પરંતું તેની બંને ફિલ્મ ઊંધા માથે પછડાઈ. ફિલ્મમાં થયેલું સતત નુકસાન અને કામ ન મળવાના કારણે સિલ્ક સ્મિતા ડિપ્રેશનમાં સરી પડી અને તેને આપઘાત કરી દીધો. સિલ્ક સ્મિતાના જીવન પર વિદ્યા બાલનને ચમકાવતી ફિલ્મ 'ડર્ટી પિક્ચર' રિલીઝ થઈ હતી.
કુલજીત રંધાવા
પશ્ચિમ બંગાળના રાનીગંજમાં જન્મેલી કુલજીત રંધાવાએ મોડલ અને ટીવી એક્ટ્રેસ તરીકે નામના મેળવી હતી. કુલજીતને વધારે ઓળખ ટીવી સિરીઝ 'સ્પેશિયલ સ્કોવોર્ડ' અને 'C.A.T.S'થી મળી હતી. વર્ષ 2006માં કુલજીત રંધાવાના આપઘાતના સમાચારથી મોડેલિંગ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોક્ડ થઈ ગઈ. જુહૂના મુંબઈના અપાર્ટમેન્ટમાં 30 વર્ષની ઉમરે કુલજીતે મોતને વ્હાલુ કરી દીધું. કુલજીતે સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતું કે,' હું મારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ સહન નથી કરી શકતી જેથી જીવન ટૂંકાવુ છું.'
નફીસા શ્રોફ
'સ્પેશિયલ સ્કોવોર્ડ'ની બીજી એક અભિનેત્રીએ આપઘાત કર્યો હતો. વર્ષ 1997માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ મેળવ્યો હતો. નફીસાએ વર્ષ 2004માં માત્ર 26 વર્ષની ઉમરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. નફીસાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી હતી. MTVના એક શોનું હોસ્ટિંગ કરીને પણ નફીસાને સારી એવી ઓળખ મળી હતી. નફીસા ફિલ્મ 'તાલ' માં પણ જોવા મળી હતી.
કૃણાલ સિંહ
કૃણાલ સિંહને સોનાલી બેન્દ્રે સાથેની 'દિલ હી દિલ મૈ' ફિલ્મથી ઓળખ મળી હતી. કૃણાલ સિંહે વધારે તમિલ ફિલ્મોમાં કામ કર્યુ હતું. 7 ફેબ્રુઆરી 2008ના દિવસે કૃણાલે મુંબઈમાં પોતાના અપાર્ટમેન્ટમાં પંખે લટકીને જીવન ટૂંકાવ્યુ હતું. આ અભિનેતાએ કેમ આપઘાત કર્યો તે કારણ આવી શક્યુ નથી પરંતું ફિલ્મોમાં મળેલી નિષ્ફળતા અને તેની પત્ની સાથે ચાલતા વિવાદના કારણે બાળકોને ન મળી શકવાના કારણે અભિનેતા વિવાદમાં હતો જેથી માનસિક તણાવમાં આવીને આપઘાત કર્યો હતો તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ હતું.
દિવ્યા ભારતી
બોલિવૂડમાં 90ના દાયકાની સૌથી સફળ કહેવાતી અભિનેત્રી દિવ્યા ભારતીનું અચાનક મોતના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વંટોળ આવી ગયું હતું. દિવ્યા ભારતીએ તેની કારકિર્દીના પહેલા વર્ષમાં 12 ફિલ્મો કરી જે સુપરહિટ નીવડી હતી. તેની ફિલ્મોના ગીતો આજે પણ સદાબહાર છે. દિવ્યા ભારતીએ વર્ષ 1992માં 'વિશ્વાત્મા' માં ડેબ્યૂ કર્યુ હતું. દિવ્યા ભારતીની ફિલ્મનું 'સાત સમુંદર ગીત' તે સમયે ખૂબ જ હિટ રહ્યુ હતું. દિવ્યા ભારતીએ ડિરેક્ટર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. 5 એપ્રિલ 1993ના દિવસે અપાર્ટમેન્ટની બારી પાસે બેસી હતી અને અચાનક તે નીચે પડી ગઈ. દિવ્યા ભારતીના મોતના કારણે બોલિવૂડના સિતારાઓને આઘાત લાગ્યો હતો. આ આપઘાત હતો કે અકસ્માત તેની ચર્ચાનો અંત આવ્યો નહીં
ગુરૂ દત્ત
'કાગઝ કે ફૂલ', બાઝી, પ્યાસા જેવી ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેકટર ગુરૂ દતે પણ આપઘાત કર્યો હતો. પેડર રોડ પર આવેલા મકાનમાં બેડ પર તેમનો મૃતદેહ મળ્યો હતો. ગુરૂ દતે 39 વર્ષની વયે જીવન ટૂંકાવ્યુ હતું. કહેવાય છે કે ગુરૂ દત્તનું જીવન જેટલું ફિલ્મી હતું તેના પર ઘણી ફિલ્મો બને. જે રાત્રે ગુરુ દત્તનો મૃતદેહ મળ્યો તે દિવસે ગુરુ દત્તે ખૂબ જ દારૂ પીધો હતો. ગુરુ દત્તે તેની પત્નીને ફોન કરી કીધુ હતું કે 'મારી દીકરીને મળવા લાવ નહીં તો મારું મરેલું મો જો'.. બોલિવૂડમાં ગુરુ દત્ત અને વહીદા રહેમાનની જોડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે