ઘરકંકાસે લીધા ત્રણ જીવ: ચલાલામાં માતાએ પોતાનાં બે બાળકો સાથે કર્યું અગ્નિસ્નાન

જિલ્લાના ચલાલામાં એક પરણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવીને બે માસુમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરણીતાની ઉંમર 40 વર્ષથી વધારે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પુત્રીની 14 અને એકની ઉંમર 3 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઘરકંકાસે લીધા ત્રણ જીવ: ચલાલામાં માતાએ પોતાનાં બે બાળકો સાથે કર્યું અગ્નિસ્નાન

અમરેલી : જિલ્લાના ચલાલામાં એક પરણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવીને બે માસુમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરણીતાની ઉંમર 40 વર્ષથી વધારે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પુત્રીની 14 અને એકની ઉંમર 3 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 

અમરેલીના ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ દેવમુરારિ ચલાવવામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. આજે તેઓ પોતાની ઘંટી પર હતા ત્યારે જ તેના પાડોશીઓ દ્વારા પોતાના મકાનમાં આગ લાગ્યાની જાણ કરાઇ હતી. ભરત દેવમુરારિ તત્કાલ પોતાના ઘરે પહોંચ્યા હતા. આગના પગલે ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ઘરમાંથી 40 વર્ષની એક  મહિલા અને બે બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. જો કે પ્રાથમિક રીતે આ અકસ્માત હોવાનું સામે આવ્યું હતું. 

ઘટના અંગે તપાસ કરી રહેલી અમરેલી પોલીસનું માનવું છે કે, ભરત દેવમુરારિઅને તેમના પત્ની સોનલબેન વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જેના કારણે સોનલબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે હાલ તો કાયદેસરની કાર્યવાહી કરતા ત્રણેય મૃતદેહોને પેનસ પોસ્ટમોર્ટમ કરાવીને આગળની તપાસ આદરી છે. જો કે આ નાનકડા તાલુકામાં એક સાથે ત્રણ મોત થતા સમગ્ર તાલુકામાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news