Old age home News

અમારી માતા મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર પણ આપ કરી નાખજો
ત્રણ ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહ્યા હતા. ‘ત્રણમાંથી મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે...’ પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. અંતે સ્થિતિ એ આવી કે, એ વૃદ્ધ માતા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છે. મોત સામે માતા હોસ્પિટલમાં ઝઝુમી રહી છે. હજુ પણ પુત્રનું રટણ તેના મુખમાં છે. પરંતુ એકપણ પુત્ર ડોકાયો તો નહિ. પરંતુ સ્પષ્ટ કહી દીધું કે, માતા મરી જાય તો સ્મશાને લઇ જજો... અને અંતિમવિધિ પણ કરી નાખજો અમારે કંઇ લેવા દેવા નથી.
Jun 14,2020, 16:14 PM IST

Trending news