અમદાવાદ કલેક્ટરનો અનોખો અભિગમ: 20થી વધારે વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપ ચાલુ કરાયું
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંકટના કારણે દેશનો દરેક નાગરિકો હાલ ઘરમાં પુરાયેલા છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પરોક્ષ રીતે તરછોડાઇ ગયેલા દેશનાં વરિષ્ઠ નાગરિકોની ચિંતા કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધોની સારસંભાળ અને દેખભાળ માટે સુચના આપી છે. કલેક્ટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, આ વાયરસની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર પડે છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
અમદાવાદ જિલ્લા દ્વારા બે દિવસથી ચાલુ થયેલી આ કામગીરી હેઠળ 137 થી વધારે વૃદ્ધોનું હેલ્થ ચેકઅફ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લાના મેડિકલ સ્ટાફની મદદથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિગતો આપતા અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અનુસાર અમે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપની કામગીરી ચાલુ કરી દીધી છે. જે આગામી બે ત્રણ દિવસમાં પુર્ણ કરી લેવામાં આવશે.
આ અંગે વિવિધ વૃદ્ધાશ્રમોમાં રહેલા વૃદ્ધાને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ડોક્ટર દ્વારા અમારી ખુબ જ સારી રીતે તપાસ કરવામાં આવી. ડોક્ટર્સ દ્વારા અમને કોઇ તકલીફ ન પડે તે પ્રકારે ખુબ જ સારી રીતે અમારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે સદ્ભાગ્યે તમામ વૃદ્ધો સ્વસ્થ અને સલામત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે