વૃદ્ધાશ્રમના સંચાલકોએ સંપર્ક કરતા ત્રણ પુત્રોએ જવાબ આપ્યો, અમારી માતા મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર પણ આપ કરી નાખજો
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :ત્રણ ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહ્યા હતા. ‘ત્રણમાંથી મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે...’ પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. અંતે સ્થિતિ એ આવી કે, એ વૃદ્ધ માતા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છે. મોત સામે માતા હોસ્પિટલમાં ઝઝુમી રહી છે. હજુ પણ પુત્રનું રટણ તેના મુખમાં છે. પરંતુ એકપણ પુત્ર ડોકાયો તો નહિ. પરંતુ સ્પષ્ટ કહી દીધું કે, માતા મરી જાય તો સ્મશાને લઇ જજો... અને અંતિમવિધિ પણ કરી નાખજો અમારે કંઇ લેવા દેવા નથી.
Shocking news : બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને કરી આત્મહત્યા
હોસ્પિટલના બિછાને રહેલા આ વૃદ્ધાનું નામ છે લલિતાબેન રતિલાલ શાહ. રાજકોટથી 14 કિલો મીટર નજીક આવેલા રતનપર ગામમાં આવેલા મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા લલીતાબેન આર શાહની ઉંમર 65ની છે. શનિવારે સવારે તેમની તબિયત લથડી હતી, વૃદ્ધાને છાતીમાં દુખાવા સાથે ઉલ્ટી થતી હતી. વૃદ્ધાશ્રમના સંચાલકો પ્રવીણસિંહ ઝાલા, સત્યનારાયણભાઇ અગ્રવાલ અને મેનેજર મોહીતભાઇ દુધરેજીયાએ ડૉક્ટરને બોલાવી પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ તબિયત વધુ લથડતાં તેઓને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાની હાલત ગંભીર હોય તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાનું એક જ રટણ છે કે, મારે મારા પુત્રો પાસે જવું છે. જોકે વૃદ્ધાશ્રમના સંચાલકોએ તેમના પુત્રને ફોન કરતા વૃદ્ધા સાથે તેમણે કોઈ સંબંધ નથી અને મરી જાય તો અંતિમવિધિ પણ કરી નાખજો જવાબ આપી દીધો હતો.
લલીતાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. એક પુત્ર ગાંધીનગરમાં એન્જિનિયર છે, બીજો પુત્ર અશોક શાહ રાજકોટમાં રહે છે અને તેના ત્રીજા પુત્રનું નામ જાણવા મળ્યું નથી. પણ વૃદ્ધા અને તેનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ પર રહેતો હતો. કાલાવડ રોડ પરની સંયુક્ત મિલકત અશોક શાહના નામે થયા બાદ ચિત્ર પલટાયું હતું. સાડા પાંચ વર્ષ પહેલા લલિતાબેનને ઘરમાંથી કાઢી મૂકાયા હતા. લાચાર વૃદ્ધા મોરબીના વૃદ્ધાશ્રમમાં પાંચ મહિના રહ્યા બાદ છેલ્લા છ મહિનાથી રતનપરના વૃદ્ધાશ્રમમાં રહે છે. વૃદ્ધાશ્રમમાં લલિતાબેન સતત તેમના પુત્ર અશોકનું નામ રટતા રહે છે. અશોકના ઘરે જવા અનેક વખત જીદ પકડતા હતા. ત્યારે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અશોકને ફોન કરી વૃદ્ધાને તેડી જવાનું કહેતા હતા. પરંતુ અશોક ‘મારે કંઇ લેવા દેવા નથી... મૃત્યુ પામે તો તમે સ્મશાને લઇ જજો’ તેમ કહી ફોન કાપી નાંખતો હતો. હવે જ્યારે વૃદ્ધ માતાને અશોક શાહની જરૂર છે. આવા સમયે પણ મિલકતના મોહમાં ડૂબેલો અશોકની માનવતા મરી પરવાડી હોઈ તેમ વૃદ્ધાશ્રમના સંચાલકોને ફોન પણ કાપી નાખે છે.
દાહોદ : એક જ પરિવારની ચાર બાળકી ઢોર ચરાવવા ગયા બાદ પરત ન ફરી, તળાવમાંથી મળી લાશો
હાલ તો આ વૃદ્ધા લલિતાબેન શાહ સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ વોર્ડમાં સારવાર હેઠળ છે. વૃદ્ધાની આંખ ધીમે ધીમે મીંચાઇ રહી છે, છતાં તેને પુત્રના આવવાની આશા છે. અશોક શાહ કદાચ હોસ્પિટલે આવશે, ત્યારે આંખ પૂરતી ખુલશે પણ નહિ, પરંતુ એ પુત્ર આવે છે કે કેમ તેની કોઇ ખાત્રી વૃદ્ધાશ્રમના સંચાલકો આપી શક્યા નહોતા. ભલે પુત્રએ ‘માતાના મોત બાદ અંતિમવિધિ કરી નાંખજો....’ જેવા શબ્દો પ્રયોગ કરી પોતાની માનવતા ન દાખવી હોઈ પણ હજુ આ વૃદ્ધ માતા પુત્રની રાહ જોઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે