Please Wait!!! કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો થયા હાઉસફૂલ, જનરેશન ગેપથી માંડીને આ કારણો જવાબદાર

કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર છે પરંતુ એ ઘરે જ તમારું ન રહે અને તમે જન્મ આપેલા સંતાનો તમારા ન રહે ત્યારે એવી પરિસ્થિતિ ઉભી થાય કે વૃદ્ધાશ્રમો (Old Age Home) માં વેઇટિંગ (Waiting) વધી જાય. હાલ એવું જ કંઈક બની રહ્યું છે, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગની સંખ્યા વધી ગઈ છે.
Please Wait!!!  કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો થયા હાઉસફૂલ, જનરેશન ગેપથી માંડીને આ કારણો જવાબદાર

આશ્કા જાની, અમદાવાદ: કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર છે પરંતુ એ ઘરે જ તમારું ન રહે અને તમે જન્મ આપેલા સંતાનો તમારા ન રહે ત્યારે એવી પરિસ્થિતિ ઉભી થાય કે વૃદ્ધાશ્રમો (Old Age Home) માં વેઇટિંગ (Waiting) વધી જાય. હાલ એવું જ કંઈક બની રહ્યું છે, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગની સંખ્યા વધી ગઈ છે.

તમામ વૃદ્ધાશ્રમ (Old Age Home) માં દિવસે દિવસે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે વેઇટિંગની સંખ્યા વધી રહી છે .અમદાવાદના જીવનસંધ્યા આશ્રમની વાત કરીએ તો 65 વર્ષ જૂનો વૃદ્ધાશ્રમ (Old Age Home) જેની કેપેસિટી 185 લોકોની છે. હાલ ૧૫૦ જેટલા લોકો અહીંયા રહી રહ્યા છે. આશ્રમમાં તમને ઘર જેવી હૂંફ આપવામાં આવી રહી છે. ઘર જેવું જ વાતાવરણ આપવામાં આવે છે. 

એક સર્વે (Survey) મુજબ એવું તારણ બહાર આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન વૃદ્ધાશ્રમ (Old Age Home) માં વેઇટિંગ વધી ગયું છે. તેની પાછળ મુખ્ય કારણ પરિવાર મોટો અને ઘર નાનું જવાબદાર છે. આવક ઓછી અને સભ્યો વધારે, ઘર કંકાસ ,મનભેદ, જનરેશન ગેપ અને વડીલોને સાથે ન રાખવાની વૃત્તિ આ તમામ પરિસ્થિતિઓના કારણે જ સંતાનો પોતાના માતા પિતાને સાથે રાખવા તૈયાર હોતા નથી. ગુણાકારમાં ચોક્કસથી વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ વધ્યું છે.

એક સર્વે મુજબ  અમદાવાદ (Ahmedabad) શહેરમાં 40 જેટલા વૃદ્ધાશ્રમો આવેલા છે. જેમાં પહેલા 1230 લોકોનું વેઇટિંગ (Waiting)  હતું. જે કોરોના કાળ (Coronavirus)માં વધીને આંકડો 2000 પહોંચ્યો છે. તમામ આશ્રમમાં બે હજાર જેટલું વેઇટિંગ બધું છે. વૃદ્ધાશ્રમના સંચાલકો નું પણ કહેવું છે કે હવે ઘણી બધી ઇન્કવાયરી ઓફ ધી રેકોર્ડ છે. 

જ્યારે બાળકો દ્વારા માતા-પિતા (Mother Farther) મોકલવામાં આવે છે ત્યારે તે લોકોની માનસિક સ્થિતિ પણ ખૂબ જ બગડી જતી હોય છે. કેમ કે મનમાં એક દુઃખ હોય છે કે જેને મુસીબતોથી મોટા કર્યા તે સંતાન અને તેમને વૃદ્ધાવસ્થામાં ઘરેથી મોકલી દીધા. પણ એક જ કહેવું છે કે નાનપણમાં બાળકની તમામ જવાબદારી માતા પિતા પૂર્ણ કરતા હોય છે. પરંતુ જ્યારે તે મોટા થાય છે ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તે વેદના સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમને પણ ઘરની યાદ આવે છે માટે જ તે ભગવાનને હંમેશા પ્રાર્થના કરે છે કે કોઈપણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન આવવું પડે.

વૃદ્ધાશ્રમ (Old AgeHome) ના સંચાલક હોય કે પછી સંતાનો દ્વારા ત્યજેલા વડીલો કર તે માત્ર સમાજને એક જ સંદેશો આપવા માગે છે. વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ વધવું એ સારી વાત નથી. તે લોકોનું કહેવું છે માતા-પિતા (Mother Farther) બાળકોને ઉછેરવામાં થોડી પણ કચાશ રાખતા નથી. ત્યારે જીવનના પાછલા દિવસોમાં માતા-પિતા રાખવાનું કેમ સંતાનોને ગમતું નથી. આશ્રમમાં ભલે ઘર જેવું વાતાવરણ હોય પરંતુ વડીલો પોતાના પરિવારને આજે પણ ઝંખી રહ્યા છે. તેમની આંખોના ખૂણા ભીના છે અને આંખો તેમના સંતાનની રાહ જોઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news