First rain News

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘ મહેરબાન, ગીરમાં સતત 2 દિવસથી વરસાદ
ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થઈ ગયું છે. જોકે, સૌરાષ્ટ્રના અનેક પ્રાંતોમાં મેઘ મહેરબાન છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મુકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. 
Jul 5,2020, 11:29 AM IST
વરસાદની કાગડોળે જોવાતી રાહ પૂરી થઈ, સવારે 6 થી 8 સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો
બ્રેક બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદ ખાબકયો છે. ક્યાંક ઓછો, તો ક્યાંક વધુ... પણ વાતાવરણમાં પલટો આવતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી, સાબરકાંઠા, પાટણ, વડોદરા, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે. તો અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. આજે હવામાન ખાતાના આંકડા પર નજર કરીઓ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના સોનગઢ અને ડાંગ આહવામાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં 2 ઇંચ જેટલો વરસાદ, તો અરવલ્લીના જ માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, ડીપ વિસ્તાર સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહીસાગરના ખાનપુર અને લુણાવાડામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સવારે બે કલાક દરમિયાન આ વરસાદ નોઁધાયા છે. 
Jun 30,2020, 9:40 AM IST
ગુજરાતમાં 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 6 ઈંચ નોંધાયો
Jun 13,2020, 11:59 AM IST
24 કલાકમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, પંચમહાલના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડામાં 3
Jun 11,2020, 9:14 AM IST
‘ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી’ એવા હવામાન વિભાગના દાવા વચ્ચે સૌરાષ્
ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, દાદરાનાગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં વધુ અસર જોવા મળી શકે છે. ત્યારે 5 દિવસ સુધી મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર અને ગીર સોમનાથના તાલાલામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 
Jun 10,2020, 14:23 PM IST

Trending news