રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ
રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદ વચ્ચે નદીમાં નવા નીરની આવક થઈ છે. ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો પિકપ વાન તણાઇ ગઈ હતી. બોલેરો પિકઅપ વાનમાં સાથે બેથી ત્રણ વ્યક્તિ પણ પાણીના ધમસતા પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિઓને બચાવ્યા હતા. જેમા એક વ્યક્તિ હજુ લાપતા છે. જેની ફાયર વિભાગ શોધખોળ હાથ ધરી છે. લાપાસરી ગામ જવા માટે બેઠા પુલ પર વાહણ તણાઇ ગયું હતું.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદ વચ્ચે નદીમાં નવા નીરની આવક થઈ છે. ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો પિકઅપ વાન તણાઇ ગઈ હતી. બોલેરો પિકઅપ વાનમાં સાથે બેથી ત્રણ વ્યક્તિ પણ પાણીના ધમસતા પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિઓને બચાવ્યા હતા. જેમા એક વ્યક્તિ હજુ લાપતા છે. જેની ફાયર વિભાગ શોધખોળ હાથ ધરી છે. લાપાસરી ગામ જવા માટે બેઠા પુલ પર વાહણ તણાઇ ગયું હતું.
સુરતમાં હીરા-કાપડ ઉદ્યોગ નવી ગાઈડલાઈન સાથે ખૂલશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય
રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 18 એટલે કે કોઠારિયા વિસ્તારમાં આવેલ લાપસરી રોડ પર આવેલ બેઠા પૂલ પર ઊભેલી બોલેરો કાર પાણીમાં ખાબકતા ત્રણ વ્યકિતઓ ડૂબ્યા હતા. જે પૈકી સ્થાનિકો દ્વારા બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હાલ ભીખાભાઈ નામના વ્યક્તિની શોધખોળ ફાયર બ્રિગેડ અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા શરૂ છે. સ્થાનિકો દ્વારા જે બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે તેમનું નામ ભાવેશ રાઠોડ તેમજ પ્રકાશભાઈ ચાવડા છે.
અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો, ટુકડે-ટુકડે ખંખેરી લીધા 40 લાખ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે, તેના કારણે નદી નાણાં છલકાઈ ઉઠ્યા છે અને તેના જ કારણે ખોખડધજ તેમજ આજી નદીમાં પૂર આવ્યું છે. કોઠારિયા વિસ્તારમાં જે બનાવ બન્યો છે, ત્યાં બેઠા પુલ પરથી ખોખડધજ પાણી વહી રહ્યું છે. જે બેઠા પુલ પર જે આ બનાવ સામે આવ્યો છે ત્યાંના આજુબાજુના રહેવાસીઓની વર્ષોથી માગણી છે કે બેઠા પુલની આજુબાજુમાં રેલિંગ કરાવવામાં આવે. પુલનું સમારકામ કરાવવામાં આવે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકામાં અનેકવાર અહીંના રહેવાસીઓએ રજૂઆત કરી છે. મીડિયામાં અહેવાલ પણ પ્રસારિત થયા છે. પરંતુ કોઇ ને કોઇ કારણોસર મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી અહીં પુલની આજુબાજુમાં રેલિંગ ઊભી કરવામાં નથી આવી. ત્યારે ગત વર્ષે પણ અહીં ટ્રેક્ટર ફસાયું હતું.
તો બીજી તરફ જે બનાવ સામે આવ્યો છે, તે રાજકોટના આજી નદીનો સામે આવ્યો છે. જ્યાં રામનાથ પરા મંદિર પાસે એક યુવક પાણીમાં ડૂબ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડે યુવકને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે