માળીયા, ગઢડા, કુતિયાણામાં 2 ઈંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 53 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા, બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગીર સોમનાથના તાલાલામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો રાજ્યના 11 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 
માળીયા, ગઢડા,  કુતિયાણામાં 2 ઈંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 53 તાલુકામાં મેઘમહેર

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા, બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગીર સોમનાથના તાલાલામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો રાજ્યના 11 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 

ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....

દાહોદમાં વૃક્ષો ધરાશાહી
દાહોદ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણા ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન સાથે એક કલાકમાં ધોધમાર વરસાદ વરસતા પરેલ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાહી થયા હતા. તો વૃક્ષો પડતા પાર્કિંગ કરેલ અનેક ગાડીઓને નુકશાન પણ થયું હતું.

ભૂજમાં વીજળી પડતા 7 બકરાના મોત
ભુજ તાલુકાના જુણા ગામે વીજળી પડતા 7 બકરાના મોત નિપજ્યા હતા. કચ્છમાં વીજળી પડવાથી પશુઓના મોતની થવાની આ બીજી ઘટના છે. મોડી સાંજે વીજળી પડવાની ઘટના બની હતી. જુણા ગામના સીમાડામાં વીજળી પડવાથી 7 બકરાના ઘટના સ્થળે મોત થયા હતા. જુણા અને આસપાસના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. એક સાથે 7  બકરાના મોતથી ગરીબ માલધારી ઉપર આભ તૂટ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news