આજે સવારથી 8 તાલુકામાં વરસાદ, ગીર-સોમનાથના અનેક જિલ્લામાં મેઘ મહેરબાન
રાજ્યમાં આજે દિવસ દરમિયાન 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલીના જાફરાબાદમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તેવુ હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર માહિતી મળી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં આજે દિવસ દરમિયાન 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલીના જાફરાબાદમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તેવુ હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર માહિતી મળી છે.
વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો
તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કોડીનારમાં આજે સવારથી પણ અવિરત વરસાદ ચાલુ છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીના જાફરાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરના લખતરમાં પણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલીના વાડિયા અને બાબરામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨ તાલુકામાં 2 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો છે. ૨૨ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમ્યાન રાજ્યના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના કોડીનારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ અને ગીર સોમનાથના જ સૂત્રાપાડામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે