વરસાદની અસર તળે સમગ્ર દક્ષિણ ગુજરાત, 24 કલાકમાં ઉમરપાડામાં 9 ઈંચ વરસ્યો

વાવાઝોડા નિસર્ગની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ વરસાદના બાનમાં છે. ભારે વરસાદે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યું હતું. તો 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે પણ સુરત, તાપી, વ્યારામાં વરસાદ નોંધાયો છે. 
વરસાદની અસર તળે સમગ્ર દક્ષિણ ગુજરાત, 24 કલાકમાં ઉમરપાડામાં 9 ઈંચ વરસ્યો

કિરણસિંહ ગોહિલ/સુરત :વાવાઝોડા નિસર્ગની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ વરસાદના બાનમાં છે. ભારે વરસાદે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યું હતું. તો 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે પણ સુરત, તાપી, વ્યારામાં વરસાદ નોંધાયો છે. 

  • ઓલપાડ 40 એમ.એમ
  • ચોર્યાસી 4 એમ.એમ
  • કામરેજ 14 એમ.એમ
  • બારડોલી 1 એમ એમ
  • સુરત સીટી 48 એમ.એમ
  • માંડવી  2 એમ.એમ

અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી 

આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં તાપી, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ઝરમરીયો વરસાદ શરૂ થયો છે. સુરતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ આ વરસાદમાં સુરતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વેડ રોડમાં એક થી દોઢ ફૂટ સુધી પાણી ભરાયા છે. આમ, પહેલા વરસાદે જ સુરત પાલિકાની પ્રિમોન્સૂનના ધજાગરા ઉડાવ્યા હતા. પાણીનો નિકાલ ન થતા રોડ પર પાણી ભરાયા હતા. તો રસ્તા પરનું પાણી કેટલીક દુકાનોમાં પણ ઘૂસ્યું હતું. 

આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો 

નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધી છે. આગામી 8 જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. જેની અસર હાલ સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે. 15થી 16 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા, 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news