અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓની હાલત બગડી જાય છે. સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરેલો રોડ દબાઈ ગયો તો. જેને કારણે અનાજથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરતું થોડા વરસાદમાં જ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં રોડ એવો છે કે વરસાદ આવે એટલે દબાઈ જાય છે અને આવી ઘટના બનતી રહે છે.
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે
મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાયાના દ્રશ્યો મળ્યા જોવા હતા. અમદુપુરા વિસ્તારમાં રોડ પર રાતે પાણી ભરાયા હતા. જેને કારણે વાહનચાલકો અને સ્થાનિકોની મુશ્કેલીઓ પડી હતી. શહેરમાં મોડી રાતથી પડેલા વરસાદી પાણીનો નિકાલ સવાર સુધી ન થતા લોકો પરેશાન થયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં નવ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જોકે ઉમરપાડા વિસ્તારમાં ગઇકાલે 9 ઇંચ વરસાદ બાદ આજે સવારથી વરસાદનું જોર ઘટયું હતું. બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લીલીયામાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ પડયો હતો. બનાસકાંઠાના સુઇગામ, કાંકરેજ અને થરાદમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાવનગરના ઉમરામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના સાત તાલુકામાં 2 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડયો હતો. રાજ્યના 15 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 29 તાલુકામાં અડધા ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે