ગુજરાતમાં 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 6 ઈંચ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 3 ઇંચ વરસાદ, મહેસાણાના બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 64 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 
ગુજરાતમાં 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 6 ઈંચ નોંધાયો

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 3 ઇંચ વરસાદ, મહેસાણાના બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 64 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news