Dinesh sharma News

20-25 કાર્યકર્તા થકી રાહુલ ગાંધી ભુકંપ લાવી દેશે પણ તેમાં કોંગ્રેસની ઇમારત જ ધરાશાયી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતાઓ છે તેવામાં ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાવા માટે વાજતે ગાજતે રેલીઓ કાઢીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી સ્વરૂપે 100થી વધુ ગાડીઓ અને 500 જેટલા બાઇકો પર હજારો કાર્યકર્તાઓ સાથે દિનેશ શર્મા કમલમ ખાતે પહોચ્યાં હતા. દિનેશ શર્માને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ઉપરાંત સાબરકાંઠા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી નારણ પટેલને પણ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. અમદાવાદના બાપુનગર, સરસપુર અને રખિયાલ વોર્ડના યુથ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાયાં હતા.
Feb 27,2022, 23:46 PM IST

Trending news