20-25 કાર્યકર્તા થકી રાહુલ ગાંધી ભુકંપ લાવી દેશે પણ તેમાં કોંગ્રેસની ઇમારત જ ધરાશાયી થશે: દિનેશ શર્મા
Trending Photos
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતાઓ છે તેવામાં ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાવા માટે વાજતે ગાજતે રેલીઓ કાઢીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી સ્વરૂપે 100થી વધુ ગાડીઓ અને 500 જેટલા બાઇકો પર હજારો કાર્યકર્તાઓ સાથે દિનેશ શર્મા કમલમ ખાતે પહોચ્યાં હતા. દિનેશ શર્માને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ઉપરાંત સાબરકાંઠા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી નારણ પટેલને પણ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. અમદાવાદના બાપુનગર, સરસપુર અને રખિયાલ વોર્ડના યુથ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાયાં હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, દિનેશભાઈ ચાર અલગ અલગ વોર્ડમાંથી ચૂંટાયા છે. આજે તેમની સાથે બે હજારથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ગઈકાલે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં હતા ત્યારે જે જાય તેને જવા દો અને ભાજપમાં જનારાન કૌરવો ગણાવ્યા હતાં. એમને નેતાઓ અને આગેવાનોમાં વિશ્વાસ નથી. કોંગ્રેસને જીતવા માટે માત્ર 25 કાર્યકર્તાની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. તેવામાં હવે કાર્યકર્તાઓને પણ લાગી રહ્યું છે કોંગ્રેસમાં રહેવાનું કોઇ ઔચિત્ય નથી.
દિનેશ શર્માએ કહ્યું હતું કે ભાજપમાં જોડાવાનો મને ખુબ જ આનંદ અને ગર્વ છે. ગર્વ એટલે છે કે જે પાર્ટીમાં જોડાઉ છું એ પાર્ટીના સારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કુશળ રણનીતિકાર અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અર્જુન સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ છે. આ પાર્ટી જે અશક્ય છે એ શક્ય કરી બતાવનારી પાર્ટી છે. આ દેશમાં રામ મંદિર, 370 કલમ જેવા ક્યારે તેનો ઉકેલ નથી તેવા મુદ્દાઓનો પણ ઉકેલ લાવી દીધો હતો. અહીં અમારી પાર્ટીની જેમ કાર્યકર્તાઓને ધમકાવાતા નથી, સૌ સાથે ઉભા રહે છે અને સૌ સમાન છે. અહીં તમામ કામગીરી એક ચોક્કસ સિસ્ટમથી ચાલે છે. કોંગ્રેસમાં સિસ્ટમ જ નથી. કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક નેતાઓ અને મળતીયાઓ જે એસીમાં બેસી કરી કામ કરે એમના હિતમાં જ નિર્ણય લેવાય છે. કોંગ્રેસના રાહુલ ગાંધીને 20-25 કાર્યકર્તા જોઈએ અને તેઓ ભૂકંપ લાવશે. જો કે આ ભુકંપના કારણે વર્ષોજુની કોંગ્રેસ રૂપી ઇમારત ઘસી જશે તેવી તેમને ખબર નથી.
દિનેશ શર્માએ વધુમાં કહ્યું કે, કેટલાક સમયથી કોંગ્રેસમાં નિર્ણય નિશ્ચિત લોકો માટે લેવાતા હતા. કોંગ્રેસ પાર્ટીમાં રહી સમય વેડફવાનો કોઇ અર્થ મને નથી લાગી રહ્યો. પ્રજાહિતના કામ કરવા માટે પાર્ટીમાં જોડાયો છું. હું કોઈ અપેક્ષા સાથે નથી જોડાયો. પાંચ પાંડવોની પાર્ટીમાં જોડાયો છું. પાંડવોએ જે રીતે કૌરવોને હરાવ્યા છે. ભાજપ પરિવારમાં એક સભ્ય તરીકે જોડ્યો એ જ મારા માટે હોદ્દો છે. બાપુનગર વિધાનસભાની ટિકિટ ન મળી એમાં હિમતસિંહ પટેલ મારી પાછળ નથી. મોવડી મંડળે જ નિર્ણય લીધી હશે. મારા સાથી કાઉન્સિલરોને ભાજપમાં જોડવા મામલે સમય આવ્યે જણાવીશ. કોંગ્રેસના કાઉન્સિલરોને ભાજપમાં જોડવા મામલે આગળ નિર્ણય લઈશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે