અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિપક્ષના નેતા તરીકે આપ્યું રાજીનામું

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિપક્ષના નેતા તરીકે આપ્યું રાજીનામું

* AMC વિપક્ષી નેતા દિનેશ શર્મા ના રાજીનામાનો મામલો
* Zee 24 કલાક પાસે એક્સક્લુસીવ સમાચાર
* દિનેશ શર્મા એ હજી નથી સોંપ્યું મ્યુનિસિપલ સેક્રેટરી ને રાજીનામું
* નિયમ મુજબ વિપક્ષી નેતા પદેથી રાજીનામું મ્યુનિસિપલ સેક્રેટરી ને આપવાનું થાય
* હજીસુધી મને તેઓનો કોઈ પત્ર મળ્યો નથી- મ્યુનિસિપલ સેક્રેટરી
* નવા વ્યક્તિ ની નિમણુંક કરતો પત્ર મ્યુનિસિપલ સેક્રેટરી ને નહિ અપાય ત્યાં સુધી દિનેશ શર્મા વિપક્ષી નેતા

ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું છે. આ અંગે ZEE 24 Kalak દ્વારા EXCLUSIVE સમાચાર ચલાવવામાં આવ્યા હતા. જો કે હજી સુધી મ્યુનિસિપલ સેક્રેટરીને દિનેશ શર્માએ રાજીનામું સોંપ્યું નથી. માટે તે અધિકારીક રીતે માન્ય કહી શકાય નહી. નિયમ અનુસાર વિપક્ષી નેતા પદેથી રાજીનામું મ્યુનિસિપલ સેક્રેટરીને સોંપ્યા બાદ જ તે માન્ય ગણવામાં આવે છે. પરંતુ દિનેશ શર્મા દ્વારા સેક્રેટરીને સોંપવામાં આવ્યું નથી. 

જો કે આ અંગે મ્યુનિસિપલ સેક્રેટરી સાથે વાત કરતા તેમણે આ વસ્તુનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે જણઆવ્યું કે, મને હજી સુધી કોઇ જ પત્ર મળ્યો નથી. શહેર પ્રમુખ દ્વારા નવા વ્યક્તિની નિમણુંક કરતો પત્ર મ્યુનિસિપલ સેક્રેટરીને નહી અપાય ત્યાં સુધી દિનેશ શર્મા જ વિપક્ષી નેતા ગણાશે. પ્રદેશ પ્રમુખ દ્વારા નવા વિપક્ષી નેતાની નિમણુંક કરતો પત્ર મ્યુનિસિપલ સેક્રેટરી ઓફીસમાં આવે તો જ દિનેશ શર્માનું રાજીનામું મંજુર કરવામાં આવશે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, શર્મા કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામુ સોંપી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news