Covid 19 out 0 News

તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે
કોરોના વાયરસની મહામારીને રોકવા કરવામાં આવેલ લોકડાઉન તેમજ કોરોને લઈને લોકોમાં જે ડરનો માહોલ છે, તેને લઈ તહેવારો સમયે પણ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મહત્વનો ગણાતા જન્માષ્ટમીના તહેવારના આડે ગણતરીના દિવસો હોવા છતા પણ બજાર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. કપડા બજારથી લઈને અનાજ બજાર અને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. કોરોના વાયરસ (corona effect) ના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અંદાજે ચાર માસ જેટલો સમય સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું, તેને લઈને વેપારીઓથી લઈને નોકરીયાત તમામ વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને બજારમાં મંદીનો માહોલ છે. મંદીના માહોલ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંદી અને કોરોનાનો ડર એમ ડબલ માર વેપાર ધંધા પર જોવા મળી રહ્યો છે. 
Aug 10,2020, 8:56 AM IST
અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનમાં Air Forceની ફ્લાયપાસ્ટની તૈયારી શરૂ
કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે. 
May 2,2020, 12:17 PM IST
અમિત ચાવડાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સોનિયા ગાંધીએ ઈમરાન ખેડાવાલાના ખબરઅંતર પૂછ્યા
Apr 18,2020, 16:03 PM IST
20મી એપ્રિલ બાદ ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ મળી, પણ આ શરતો સાથે...
20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટો અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોને છૂટછાટ મળશે. તેમજ સરકાર દ્વારા મળનારી આ છૂટછાટોમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવશે. 20મી એપ્રિલ બાદ ઉદ્યોગો અને કંપનીઓને છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. ઉદ્યોગોને મળતી છૂટ સાથે કેટલીક બાબતો એવી પણ જાહેર કરાઈ કે, 20મી એપ્રિલે ઉદ્યોગો શરૂ કરવા માટે અમુક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. 
Apr 16,2020, 14:52 PM IST
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. 
Apr 15,2020, 13:21 PM IST
લોકડાઉનના 21મા દિવસે રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, એપીએમસી માર્કેટ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને કોરોના વાયરસ (corona virus) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા રજિસ્ટ્રાર રહેશે. જેના ખેતીવાડી અધિકારી બજાર સમિતિના ચેરમેન વગેરે સભ્યો રહેશે. આ સમિતિ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સૂચવવામાં આવે છે તેના આધારે નિર્ણય લેશે અને તે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. 
Apr 14,2020, 14:30 PM IST

Trending news