પાલનપુર : કોરોનાને મ્હાત આપનાર બાળકોને હોસ્પિટલના સ્ટાફે ચોકલેટ-ગિફ્ટથી વિદાય આપી

બનાસકાંઠા જિલ્લા (Banaskantha) માં વધુ 3 કોરોના પોઝીટીવ લોકોએ કોરોનાને માત આપી છે. કોરોના સામે લડત આપી સ્વસ્થ થતાં તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે.ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે માનભેર દર્દીઓને વિદાય આપવામાં આવી હતી. આમ, બનાસકાંઠામાં પોઝિટિવ દર્દીઓમાં રિકવર રેશિયો પણ વધી રહ્યો છે જે તંત્ર માટે રાહતના સમાચાર છે. 
પાલનપુર : કોરોનાને મ્હાત આપનાર બાળકોને હોસ્પિટલના સ્ટાફે ચોકલેટ-ગિફ્ટથી વિદાય આપી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લા (Banaskantha) માં વધુ 3 કોરોના પોઝીટીવ લોકોએ કોરોનાને માત આપી છે. કોરોના સામે લડત આપી સ્વસ્થ થતાં તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે.ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે માનભેર દર્દીઓને વિદાય આપવામાં આવી હતી. આમ, બનાસકાંઠામાં પોઝિટિવ દર્દીઓમાં રિકવર રેશિયો પણ વધી રહ્યો છે જે તંત્ર માટે રાહતના સમાચાર છે. 

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરના ગઠામણ ગામમાં 21, ભાગળ ગામમાં 2, વાવ તાલુકામાં 6 અને થરાદમાં 1 કેસ નોંધાયો છે. જોકે આ તમામ પોઝિટિવ દર્દીઓની સારવાર પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં થઈ રહી છે. જેમાં ગઠામણ ગામની 4 વર્ષીય બાળકી સુલુફા ઢુંકા, 14 વર્ષીય અજય ચૌહાણ અને 19 વર્ષીય આશા પરમારનો સતત બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ગિફ્ટ અને ચોકલેટ આપવામાં આવી હતી. સાથે જ તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા, કયો રોડથી જઈ શકાશે તે જાણી લેજો

પાલનપુરની કોવિડ હોસ્પિટલમા સુપરિટેન્ડનટ ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું કે, આ ત્રણે બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ અપાયા છે. અન્ય પોઝિટિવ લોકોની સારવાર ચાલી રહી છે તે પણ જલ્દી સ્વસ્થ થઈ જશે. તો કોરોનાના માત આપનાર આશાબેન પરમારે કહ્યું કે, હું 16 દિવસથી સારવાર લઈ રહી હતી હવે હું બિલકુલ સ્વસ્થ છે હું ડોક્ટરોનો આભાર માનું છું. 

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે આજે ગઠામણના 3 બાળકો અને અગાઉ મીઠાવીચારણ ગામના 5 વર્ષના વર્ષીય બાળકે કોરોનાને માત આપતા કુલ 4 દર્દીઓને રજા અપાઈ છે. જેથી જિલ્લાવાસીઓમાં ક્યાંકને ક્યાંક આશાની લહેર પણ દેખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news