સુરતમાં 5 કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી
સુરતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ મામલે પાંચ વિસ્તારોમાં કરફ્યુ નાખવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર એમ પાંચ વિસ્તારોમાં આજે મધ્યરાત્રીથી 22 એપ્રિલ સુધી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :સુરતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ મામલે પાંચ વિસ્તારોમાં કરફ્યુ નાખવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર એમ પાંચ વિસ્તારોમાં આજે મધ્યરાત્રીથી 22 એપ્રિલ સુધી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવશે. તેમજ વડોદરામાં વધેલા કેસોના કારણે કર્ફ્યુ નાખવાની વિચારણા રાજ્ય સરકાર કરશે. ઉલ્લેખનીય છે કે, આજે સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો 86, તો વડોદરામાં 127 થયો છે.
કરફ્યૂમાં મહિલાઓ માટે મુક્તિ
સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. જેના બાદ નક્કી કરાયું કે, સુરતના પાંચ વિસ્તારોમાં કરફ્યૂ લગાવાશે. કરફ્યૂના દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે 1 થી 4ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે. આર્થિક ગતિવિધિઓ ચાલુ રહે એ માટે ભારત સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે મુજબ કામ થશે. સૌપ્રથમ હોટસ્પોટ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્ટમેન ઝોન નક્કી કરવામાં આવશે.
આ સાથે જ તેમણે 20મી એપ્રિલ બાદ છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે