તબીબોએ જેમને રેરેસ્ટ ઓફ ધ રેર 6 હાઈરિસ્ક કેટેગરીમાં મૂક્યા, તે દાદા કોરોનાના ખરા લડવૈયા નીકળ્યા 

લગભગ ૯૦% ફેલ્યોર ફેફસા, હાર્ટ અને કિડની થઈ ગઈ હોવા છતાં 22 દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના 68 વર્ષીય ખેડૂત રમેશભાઈ માંકડીયા કોરોનાને હંફાવી ઘરે પરત ફર્યાં

તબીબોએ જેમને રેરેસ્ટ ઓફ ધ રેર 6 હાઈરિસ્ક કેટેગરીમાં મૂક્યા, તે દાદા કોરોનાના ખરા લડવૈયા નીકળ્યા 

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના ભલે ગમે તેવો આકરો હોય, પણ તેને માત આપનારા પણ અનેક છે. કહેવાય છે કે, જેઓને ગંભીર બીમારી હોય તેઓ માટે કોરોનામુક્ત બનવું અઘરુ છે. પરંતુ એવા પણ લોકો છે, જેઓ ગંભીરમાં ગંભીર બીમારીમાં કોરોનાને હંફાવીને મોટું ઉદાહરણ બની રહ્યાં છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સાથે કોરોના થયેલા અનેક દર્દીઓ સાજા થઈ ઘરે જાય છે. ત્યારે લગભગ ૯૦% ફેલ્યોર ફેફસા, હાર્ટ અને કિડની થઈ ગઈ હોવા છતાં 22 દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના 68 વર્ષીય ખેડૂત રમેશભાઈ માંકડીયા કોરોનાને હંફાવી ઘરે પરત ફર્યાં છે.

આ પણ વાંચો : વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલી હલકી કક્ષાનું કામ કર્યં કે, પાયા પણ બહાર આવી ગયા 

રમેશ માંકડીયાને જ્યારે કોરોના થયો ત્યારે તેઓ પહેલેથી જ ડાયાબિટીસ, હાર્ટ અને પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હતા. આવામાં અચાનક તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. હોસ્પિટલમાં તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. હૃદયનું એક કાણુંબ્લોક થઈ ગયું હતું. ફેફસામાં 90 % ઇન્ફેક્શન હતું. કિડની પણ કામ કરતી નહોતી. આવામાં રમેશભાઈને રેરેસ્ટ ઓફ ઘી રેર ૬ હાઈરિસ્ક ફેક્ટર કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતાં. 

તેમની કન્ડિશન અંગે ડો. આરતીબેન જણાવે છે કે, રમેશભાઈને 11 દિવસ વેન્ટિલેર અને 11 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં. રેમેડેસીવીર, ટોસિલિઝુમેબ સહિતના ઇન્જેક્શનનો ડોઝ એકથી વધુ વાર આપવામાં આવ્યો. દર્દી  બેભાન અવસ્થામાં આવી જતા તેમને વેઇન્સ વાટે દવા અને ખોરાક આપવામાં આવતો. મગનું પાણી, સરગવાનો જ્યુસ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ કરવામાં આવ્યો. 

આ પણ વાંચો : વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે

જોકે, આ દવા તો કામ કરતી જ હતી, પરંતુ રમેશભાઈનો વિલપાવર મજબૂત હોવાથી તેઓ ઝડપથી સાજા થવા લાગ્યા હતાં. રમેશભાઈને સારવારમાં આર્યુવેદીક દવા પણ કારગત નીવડી હતી. તેમને સતત ઉકાળા, સંજીવની વટી, કામધેનુ આસવ અને પંચગવ્ય દાણા દૂધ સાથે મેળવીને આપવામાં આવતા હતા. તો રોગપ્રતિકારક શક્તિ વધે અને ફેફસાંના ઈન્ફેક્શનને દુર કરવામાં આયુર્વેદિક આધારિત પંચગવ્ય પ્રોટોકોલ ફોર કોવિડ મુજબ સારવાર આપી હતી.

હાલ રમેશભાઈની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન વ્યવસ્થિત છે. મહત્વની વાત એ છે કે, રમેશભાઈ સાથે તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ કોરોનગ્રસ્ત થયા હતા. જેઓ તમામ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news