અમદાવાદ : AMCના આસિ. મ્યુ. કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સાથી કર્મચારીઓમાં ફફડાટ
ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. તો સાથે જ અમદાવાદ (Ahmedabad)માં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોંગ્રેસના ત્રણ નેતાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા. ત્યાં વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ .કમિશનરને કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. ચંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દેવેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. તો સાથે જ અમદાવાદ (Ahmedabad)માં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોંગ્રેસના ત્રણ નેતાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા. ત્યાં વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ .કમિશનરને કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. ચંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દેવેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહાનગર પાલિકામા દેવેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા સાથી અધિકારી-કર્મચારીઓમાં ડર ફેલાઈ ગયો છે. અસરગ્રસ્ત અધિકારી દેવેન ભટ્ટ ગઈકાલે ઝોનની મીટિંગમાં હાજર રહ્યા હતા. જેમાં ડે.કમિશનર સહિતના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ મીટિંગમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ હાજર હતો. તેથી મિટિંગમાં હાજર રહેલા તમામ લોકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
Big Breaking: ગુજરાતમાં નવા 105 કેસ સાથે આંકડો 871 પર પહોંચ્યો, સુરતમાં એકસાથે 35 નવા કેસ
AMCના એપેડેમિક સેલના એક ઓપરેટર કોરોના પોઝિટિવ
આ ઉપરાંત AMCના એપેડેમિક સેલના એક ઓપરેટરને પણ કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ કારણે એપેડેમિક સેલની કામગીરી ખોરવાઇ ગઈ છે. એપેડેમિકના સેલના 12 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. ક્વોરન્ટાઇનની જગ્યા પર જ ઓફિસ બનાવી દેવાયી છે. અહીંથી જ કામગીરી કરવા સૂચના અપાઈ છે. પોઝિટિવ ઓપરેટર સતત ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાથે કામગીરીમાં હોવાથી તેઓને પણ ક્વોરન્ટાઇન કરાયા છે.
એક જ દિવસમાં 35 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ અમદાવાદના નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 42 નવા કેસ સાથે કુલ 492 કેસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે