અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનની Air Forceની તૈયારી શરૂ, આકાશથી કરશે ફૂલોનો વરસાદ

કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે. 

અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનની Air Forceની તૈયારી શરૂ, આકાશથી કરશે ફૂલોનો વરસાદ

અર્પણ કાયદાવાલા/હિતલ પારેખ/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે. 

5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી 

સેનાની ત્રણેય પાંખ કોરોના વોરિયર્સનું સન્માન કરશે  
જનરલ રાવતે કહ્યું કે, વાયુસેના શ્રીનગરથી તિરુવનંતપુરમ સુધી એક ફ્લાયપાસ્ટ કરશે. બીજી ફ્લાય પાસ્ટ  આસામના ડિબ્રુગઢથી શરૂ થઈને ગુજરાતના કચ્છ સુધી જશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને લડાડુ, બંને પ્રકારના વિમાન સામેલ થશે. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આવુ પહેલીવાર હશે, જ્યારે પેન-ઈન્ડિયા ફ્લાયપાસ્ટ થવા જઈ રહી છે. નેવીએ પોતાના જહાજો પર રવિવારે રોશની કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કે ઈન્ડિયન આર્મી કોવિડ હોસ્પિટલોની પાસે માઉન્ટેન બેડ ડિસ્પ્લે આયોજિત કરશે. 

‘બે દિવસ છે.. વધુ રૂપિયા આપીને પરપ્રાંતીયો સુરતથી ચાલ્યા જાવ.. હવે જમવાનુ પણ નહિ અપાય...’

અમદાવાદ-ગાંધીનગરમાં આજે નિરીક્ષણ કરાયું 
ગાંધીનગર આકાશમાં આજે હેલિકોપ્ટરના આંટાફેરા જોવા મળ્યા હતા. જેને કારણે ગાંધીનગરના નગર જિલ્લામાં ઉત્સુકતા વધી હતી. તો અમદાવાદ શહેરના આકાશમાં પણ એરફોર્સ હેલિકોપ્ટરથી સર્વેલનસ શરૂ કરાયું હતું. MI-17 હેલિકોપ્ટર શહેરના આકાશમાં ઉડતું જોવા મળ્યું. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા આવતીકાલના પુષ્પવર્ષાના કાર્યક્રમ અંતર્ગત હેલિકોપ્ટર ઉડી રહ્યું હોવાનો ખુલાસો કરાયો હતો. તો અમદાવાદ એરફોર્સ દ્વારા ફલાય પાસ્ટ યોજવામાં આવનાર છે. દેશમાં ફલાય પાસ્ટ ફલાય પાસ્ટ યોજાય તે પૂર્વે હવાઈ નિરીક્ષણ શરૂ કરાયું છે. 

ચેતી જજો અમદાવાદીઓ, 3 નવા વિસ્તારો રેડ ઝોનમાં ઉમેરાયા 

આવતીકાલે 3 મેનાં આકાશમાં લડાકુ વિમાનોની ફ્લાયપાસ્ટ યોજાશે. પ્લેનમાંથી કોરોના વોરિયર્સ માટે પુષ્પવર્ષા થશે. કોરોના મહામારી સામે લડત આપી રહેલાં ડૉક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ વગેરે કોરોના વૉરિયર પ્રત્યે આભાર પ્રગટ કરાશે. સૈન્યની ત્રણેય પાંખ દ્વારા ત્રીજી મેનાં રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરશે. 3 મેનાં રોજ એરફોર્સ દ્વારા શ્રીનગરથી ત્રિવેન્દ્રમ અને આસામના દિબ્રુગઢથી કચ્છ સુધી ફ્લાયપાસ્ટ યોજાશે. લડાકુ વિમાનોમાંથી કેટલાંક વિસ્તારોમાં ફૂલોની વર્ષા કરવામાં આવશે. ભારતીય નૌકાદળ ત્રીજી મેની સાંજે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં યુધ્ધજહાજોનું ફોર્મેશન રચી તેનું નિદર્શન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news