તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે

કોરોના વાયરસની મહામારીને રોકવા કરવામાં આવેલ લોકડાઉન તેમજ કોરોને લઈને લોકોમાં જે ડરનો માહોલ છે, તેને લઈ તહેવારો સમયે પણ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મહત્વનો ગણાતા જન્માષ્ટમીના તહેવારના આડે ગણતરીના દિવસો હોવા છતા પણ બજાર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. કપડા બજારથી લઈને અનાજ બજાર અને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. કોરોના વાયરસ (corona effect) ના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અંદાજે ચાર માસ જેટલો સમય સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું, તેને લઈને વેપારીઓથી લઈને નોકરીયાત તમામ વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને બજારમાં મંદીનો માહોલ છે. મંદીના માહોલ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંદી અને કોરોનાનો ડર એમ ડબલ માર વેપાર ધંધા પર જોવા મળી રહ્યો છે. 
તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે

અજય શીલુ/પોરબંદર :કોરોના વાયરસની મહામારીને રોકવા કરવામાં આવેલ લોકડાઉન તેમજ કોરોને લઈને લોકોમાં જે ડરનો માહોલ છે, તેને લઈ તહેવારો સમયે પણ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મહત્વનો ગણાતા જન્માષ્ટમીના તહેવારના આડે ગણતરીના દિવસો હોવા છતા પણ બજાર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. કપડા બજારથી લઈને અનાજ બજાર અને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. કોરોના વાયરસ (corona effect) ના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અંદાજે ચાર માસ જેટલો સમય સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું, તેને લઈને વેપારીઓથી લઈને નોકરીયાત તમામ વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને બજારમાં મંદીનો માહોલ છે. મંદીના માહોલ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંદી અને કોરોનાનો ડર એમ ડબલ માર વેપાર ધંધા પર જોવા મળી રહ્યો છે. 

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ચકલા ઉડ્યા, ભક્તોની પાંખી હાજરી જોવા મળી 

પોરબંદર જિલ્લામાં દર વર્ષે પાંચ દિવસીય જન્માષ્ટમીનો મેળો યોજાતો હોય છે, જેને કારણે બજારોમાં ખરીદી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મેળો પર બંધ રાખવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના હોલસેલ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અનિલ કારીયા દ્વારા હાલમાં અનાજ મર્ચન્ટના વેપારમાં પ્રસરેલી મંદી અંગે જણાવ્યું કે, કોરોનો માણસોમાં ભય છે અને સાથે જ કોરોનાના કારણે મંદીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. જે લોકોને જરૂરિયાત છે તે જ લોકો ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે. તમામ વેપારીઓ હાલ નવરા બેઠા છે. 80 ટકા વેપાર પર કાપ મૂકાયો છે. માત્ર 20 ટકા જ આ વખતે વેપાર જોવા મળી રહ્યો છે.

કોરોના વાયરસને કારણે આ વખતે કપડા બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમિયાન લોકો કપડાની સૌથી વધુ ખરીદી કરતા હોય છે. પરંતું આ વખતે સાતમ-આઠમના તહેવાર આડે એક-બે દિવસનો સમય જ બચ્યો હોવા છતા બજારો સુમસામ ભાસી રહ્યા છે. કોરોના વાયરસને કારણે માર્ચ-એપ્રિલ કે જે લગ્નગાળાનો સૌથી મહત્વનો સમય હોય છે, તે સમયે પણ લોકડાઉનને કારણે દુકાનો બંધ રહેતા આ વર્ષે કપડાના વેપારીઓને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. તહેવાર સમયે હાલમાં જોવા મળી રહેલ મંદીના માહોલ અંગે પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કૈલાશ અમલાણીએ કહ્યું કે, કપડા બજારમાં અત્યારે તહેવારના સમયે જે હોવુ જોઈએ, તેની સામે કાઈપણ વેપાર નથી. અત્યારે 70 ટકા મંદી જોવા મળી રહી છે. કોરોનાના કારણે લોકો બહાર નથીીનિકળી રહ્યા. અન્યથા દર વર્ષે એટલી ભીડ હોય છે કે બજારમાં ચાલવાની જગ્યા નથી હોતી. પરંતુ આ વખતે દર વર્ષની સરખામણીએ 2 ટકા પણ વેપાર નથી.

કોરોના વાયરસની મહામારીના કારણે અનેક લોકોએ જીવ તો ગુમાવ્યો છે સાથે જ આ વાયરસના પ્રકોપના કારણે સમગ્ર અર્થતંત્રને પણ મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. પોરબંદર જિલ્લામાં જ હાલમાં નાના મોટા તમામ વેપારોમાં આ કોરોના ઈફેક્ટ જોઈ શકાય છે. જિલ્લાના વર્ષના સૌથી મોટા તહેવારમાં પણ બજારો મંદીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા હોવાથી વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news