Changodar News

ઘર કા ભેદી લંકા ઢાયે: કંપનીના 44 લાખ લૂંટાયાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું જ નામ ખુલ્
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની લુંટને અંજામ આપ્યો. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે આ લુંટ કેસમાં મુખ્ય આરોપી બીજું કોઈ નહિ પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસસે  કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં લૂંટાયેલી તમામ રોકડ કબ્જે કરી છે.
Jan 9,2021, 22:08 PM IST

Trending news