અમદાવાદ: ચાંગોદર પાસે ગેસની ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત, 2ની હાલત ગંભીર

શહેરના ચાંગોદર બાવળા રોડ પર આવેલી લેક્ટોન કંપનીમાં ગેસની ટાંકી સાફ કરી રહેલા 3 મજૂરોના ગુગળામણથી મોત થયા છે. 

અમદાવાદ: ચાંગોદર પાસે ગેસની ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત, 2ની હાલત ગંભીર

અમદાવાદ: શહેરના ચાંગોદર બાવળા રોડ પર આવેલી લેક્ટોન કંપનીમાં ગેસની ટાંકી સાફ કરી રહેલા 3 મજૂરોના ગુગળામણથી મોત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા મોટી સ્થાનિક પોલીસ અને ફાયરનીટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ત્રણેય શ્રમીકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાવળા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. 

અમદાવાદ શહેરથી થોડા અંતરે આવેલા ચાંગોદર-બાવળા રોડ પર આવેલી કંપનીમાં મજૂરોના મોતથી ચકચાર મચી છે. ગેસની ટાંકી સાંફ કરવા માટે મજૂરોને ઉતારવામાં આવ્યા હતા. જેથી ગૂગળામણથી મોત થયા હતા. જે બે શ્રમીકો ઇજાગ્રસ્ત છે, તેમને શેલબી હોસ્પિટલ ખાતે ખસેડી સરવાર આપવામાં આવી રહી છે. જ્યારે FSLની ટીમ પણ ઘટનસ્થાળ પર પહોંચી રહ્યા છે. 

ત્રણ શ્રમિકોના મોતથી ઉભા થઇ રહેલા સવાલો 

  • ત્રણ શ્રમિકોનાં મોત માટે કોણ જવાબદાર?
  • શું લેક્સકોન કંપનીમાં રખાયાં હતા તકેદારીનાં સાધનો?
  • શા માટે અવારનવાર બને છે ગૂંગળામણની ઘટના?
  • આવી ઘટના બીજીવાર નહીં બને તેની ખાતરી કોણ આપશે?
  • લેક્સકોન કંપનીમાં શ્રમિકોની સુરક્ષાનું શું?
  • શા માટે કંપનીના સત્તાધીશો કંઈ બોલવા માટે તૈયાર નથી?
  • શું મૃતકોનાં પરિવારજનોને મળશે યોગ્ય સહાય?
  • શું ઇજાગ્રસ્તોને મળશે આર્થિક સહાય?
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news