Gold News: સોનું કરી રહ્યું છે જબરદસ્ત માલામાલ, એક જ મહિનામાં બંપર રિટર્ન, જાણો આજનો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને જોતા સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓને ખરેખર જલસા પડી જાય તેવું છે. આજે પણ સોનુ ચાંદી ઉછળ્યા છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold News: સોનું કરી રહ્યું છે જબરદસ્ત માલામાલ, એક જ મહિનામાં બંપર રિટર્ન, જાણો આજનો લેટેસ્ટ રેટ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી અને ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ વચ્ચે સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તો બુલિયન્સ મજબૂત છે જ પરંતુ ઘરેલુ વાયદા બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં તેજી છે. સોનામાં કરેલું રોકાણ હાલ મજબૂત રિટર્ન આપી રહ્યું છે. ફટાફટ આજના લેટેસ્ટ રેટ પણ ચેક કરી લો. 

વાયદા બજારમાં ભાવ
મંગળવારે MCX પર સોનું 386 રૂપિયાની તેજી સાથે 78,930 રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે ગઈ કાલે 78,544 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે આ દરમિયાન ચાંદી 708 રૂપિયાની તેજી સાથે 92,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી જે કાલે 91,442 ના ભાવ પર ક્લોઝ થઈ હતી. ગ્લોબલ માર્કેટમાં સોનું $2740 ની આસપાસ હતું. જ્યારે ચાંદી $31ની ઉપર સસ્ટેન કરી રહી હતી. ગત એક મહિનામાં સોનામાં લગભગ 4% રિટર્ન મળી ચૂક્યું છે. 

ગત મહિને 21 ડિસેમ્બરના રોજ સોનું 76,420 ની આસપાસ જોવા મળ્યું અને હાલ જાન્યુઆરીમાં સોનું 79,226 નું લેવલ સ્પર્શી ચૂક્યું છે. રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સુરક્ષિત રોકાણની માંગણીને કારણે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 3 ટકાથી વધુ અને ચાંદીની કિંમતમાં સાત ટકાથી વધુનો વધારો થયો છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 104 રૂપિયા ઉછળીને 79,449 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે જે કાલે 79,345 રૂપિયાની સપાટી પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 875 રૂપિયા કૂદીને 91,075 રૂપિયાની સપાટીએ પહોંચી જે કાલે 90,200 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) January 21, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/qbpUwAu2jn

— IBJA (@IBJA1919) January 21, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news