પાકિસ્તાનમાં બચ્યો હતો આ કેપ્ટનનો જીવ! 8 વર્ષ પહેલા ભયંકર ઘટના, પુરું થઈ ગયું હતું કરિયર

હોંગ કોંગના નવા કેપ્ટન યસિમ મુર્તજાનું જીવન સંઘર્ષથી ભરેલું છે. એક ખૈફનાક ઘટના બાદ તેમનું ફર્સ્ટ ક્લાસ કરિયર પુરું થઈ ગયું હતું. ત્યારબાદ તે ઘણા વર્ષો સુધી ફિટનેસને લઈને ઝઝૂમતા રહ્યા અને પછી ક્રિકેટના મેદાન પર જોરદાર વાપસી કરી.

પાકિસ્તાનમાં બચ્યો હતો આ કેપ્ટનનો જીવ! 8 વર્ષ પહેલા ભયંકર ઘટના, પુરું થઈ ગયું હતું કરિયર

Cricketer Accident: હોંગકોંગના નવા કેપ્ટન યસિમ મુર્તજાના જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. એક ખૌફનાક ઘટના બાદ તેમનું ફર્સ્ટ ક્લાસ કરિયર સમાપ્ત થઈ ગયું હતું. ત્યારબાદ તે ઘણા વર્ષો સુદી ફિટનેસને લઈને સંઘર્ષ કરતા રહ્યા અને પછી ક્રિકેટ મેદાન પર જોરદાર વાપસી કરી. 2016માં કરાંચીની એક હોટલમાં ભીષણ આગ લાગી, જેમાં તેઓ સદ્દનસીબે બચી ગયા. યસિમ આગામી અઠવાડિયે હોંગકોંગ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળશે.

હોટલના બીજા માળેથી લગાવ્યો જમ્પ
2017માં પાકિસ્તાનમાં એક હોટલની આગમાં બાલ બાલ બચ્યા બાદ યસિમ હોંગ કોંગ ચાલ્યા ગયા હતા. 26 વર્ષની ઉંમરમાં કરાંચીના રીજેન્ટ પ્લાજા હોટના બીજા માળેથી કૂદીને તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને તેમના 10 વર્ષના ફર્સ્ટ ક્લાક ક્રિકેટ કરિયરને ખતમ કરી દીધું હતું. તેમના રૂમમેટ ગુલરાઈજ સદફને કૂદ્યા બાદ તેમના પીઠમાં ઈજા થઈ હતી. મુર્તજાને ત્યારે ખબર રડી કે તેમણે ગંભીર ઈજા પહોંચી છે જ્યારે તેઓ પોતાના જમણા પગની ઘૂંટીને ફ્લોર પર રાખી શક્યા નહીં.

ખૌફનાક ઘટનાની ઉંડી અસર
મુર્તજાએ જણાવ્યું કે, હું સવારે લગભગ 3થી 4 વાગ્યાની આસપાસ ઉંઘમાંથી જાગ્યો અને ચારેબાજુ ધુમાડો જ ધુમાડો હતો. અમે રૂમના બાજુમાં ફાયર એક્ઝિટ તરફ ગયા, પરંતુ સીડીઓ આગની લપેટમાં ઘેરાયેલી હતી. અમે પાછા રૂમમાં ભાગ્યા, મેં એક ખુરશી લીધી અને બારી તોડી નાંખી, પછી બીજા માળેથી કૂદી ગયો. હું હજુ પણ વિચારું છું કે કેવી રીતે હું બચી ગયો. આ ઘટના બાદ થોડાક અઠવાડિયા સુધી ઉંઘ આવતી નહોતી, મને લાગતું હતું કે મારો રૂમ આગમાં છે અને ચારેબાજુ ધુમાડો છે. મને સ્વસ્થ થવામાં કેટલાંક  અઠવાડિયા લાગી ગયા.

ફીલ્ડ પર ઉતરવા માટે તૈયાર નહોતો..
એક વર્ષના રિહેબિલિટેશન બાદ ધીમી ગતિથી બોલિંગ કરનાર જમોણી બોલર અને ડાબોડી બેટ્સમેને સ્વીકાર કર્યો કે તે ફિલ્ડમાં ચાર દિવસ વિતાવવા માટે તૈયાર નહોતા. તેમણે હોંગકોંગમાં પાકિસ્તાન એસોસિએશન ક્રિકેટ ક્લબ માટે ટી20 અને 50 ઓવર ક્રિકેટ રમવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. 34 વર્ષીય મુર્તજાએ કહ્યું કે, હું 6 મહિના માટે જોવા આવ્યો હતો, પછી ત્યાં રહેવાનો નિર્ણય લીધો.

નિજાકતના સ્થાને બન્યો કેપ્ટન
34 વર્ષીય મુર્તજા હવે હોંગકોંગની કેપ્ટનશિપ કરશે. તે નિજાકત ખાનનું સ્થાન લઈ રહ્યા છે. નિજાકતની રમત પર ધ્યાન આપવા માટે આ પદને છોડ્યું હતું. મુર્તજાએ વધુમાં કહ્યું કે, મે તે તમામમાંથી ચીજો લીધી. હું યુનિસ ખાન પાસેથી ઘણું બધું શીખ્યો. અમે અત્યારે પણ એક ગ્રુપ ચેટમાં છીએ, પરંતુ તે ખુબ જ વ્યસ્ત છે અને હું તેમણે વધારે પરેશાન કરવા માંગતો નથી.

સ્ટોક્સનો થઈ ચૂક્યો છે સામનો
મુર્તજાએ ઈંગ્લેન્ડ ક્લબ ક્રિકેટમાં પણ 11 વર્ષ વિતાવ્યા ચે. સ્ટેફર્ડશાયર ટીમ વ્હિટમોર સીસી અને ડરહમમાં ઈશ વિનિંગ માટે રમી રહ્યા હતા. ત્યાં તેમનો સામનો ઈંગ્લેન્ડના ભવિષ્યના કેપ્ટન બેન સ્ટોક્સ સાથે થયો હતો. તેમણે કહ્યું કે, તમે જોઈ શકતા હતા કે સ્ટોક્સ એક ફાઈટર હતો અને પ્રથમ શ્રેણી ક્રિકેટ રમી હતી. જ્યારે તમે ઈંગ્લેન્ડમાં વિદેશી પેશેવર હોવ છો, તો તમારી પાસે રન બનાવવા અને વિકેટ લેવાની એક મોટી જવાબદારી હોય છે, તેના માટે એક મૂલ્યવાન અનુભવ હતો. હું એક ખુશમિજાજી વ્યક્તિ છું અને હંમેશાં હસતો રહું છું. આ નહીં બદલાય. હું વાસ્તવમાં ઉત્સાહિત છું અને સકારાત્મક શરૂઆત કરવા માંગું છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news