Ahmedabad mayor News

શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?
લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં  અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે  નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા. 
May 29,2020, 10:55 AM IST
ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા. અકસ્માત સ્થળથી માત્ર ચાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં નેતાઓ હાજર રહ્યા હતા, પણ કાર્યક્રમ છોડીને અકસ્માત સ્થળે પહોંચવાની એકપણ નેતાએ તસ્દી ન લીધી. મીડિયાની સાથે સ્થાનિક લોકોએ પણ અમદાવાદના મેયર બીજલ પટેલ (Bijal Patel) ને ફોન કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં હોઈ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એવો બફાટ કર્યો કે, એક્સિડન્ટ સ્વભાવિક પ્રક્રિયા છે. 
Nov 21,2019, 13:06 PM IST
રિયાલીટી ચેક: સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમે, પણ કચરો ઠેરનો ઠેર
Mar 7,2019, 19:52 PM IST

Trending news