કોઈ વિચારી પણ ન શકે તેવા ઘરમાં રહે છે અમદાવાદના મેયર કિરીટ પરમાર

ચાલીના છાપરાવાળા મકાનથી અમદાવાદના મેયર સુધીની કિરીટ પરમારની રાજકીય સફર વિશે જાણીએ... 

ગૌરવ પટેલ/અમદાવાદ :આખરે અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર (kirit parmar) પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલ (geeta patel) ની વરણી થઈ છે. જોકે, મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. ત્યારે પક્ષ દ્વારા તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે, જેઓ થલતેજ વોર્ડમાંથી આવે છે. જોકે, ગરીબ પરિવારમાંથી આવતા અને ચાલીમાં રહેતા કિરીટ પરમારની પસંદગી કરીને ભાજપે શહેરના શાસક કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ આપ્યું છે. તો સાથે જ સોશિયલ મીડિયા પર તેમના ચાલીના ઘરના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. ચારેતરફથી લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે, સાથે જ તેમની રાજકીય સફરના વખાણ કરી રહ્યાં છે. સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.

1/10
image

મેયર બન્યા બાદ કિરીટ પરમાર ભદ્રકાળી મંદિરમાં આર્શીવાદ માટે પહોંચ્યા હતા 

2/10
image

મેયરના નામની જાહેરાત થયા બાદ કિરીટ પરમારે આજે જ અમદાવાદ મહાનગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો હતો. 

ગરીબ પરિવારના કિરીટ પરમારને મેયરપદ આપ્યું

3/10
image

અમદાવાદના મેયર (ahmedabad mayor) નું નિવાસસ્થાન સૌ કોઈને અવાક કરી દે તેવુ છે. તેઓ એવી જગ્યાએ રહે છે જ્યાં જવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે. 

ગીતા પટેલ બન્યા ડેપ્યુટી મેયર

4/10
image

ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામ પર પસંદગી કરાઈ છે. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ. 

છાપરાવાળા મકાનમાં રહે છે અમદાવાદના મેયર

5/10
image

કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે. જાણીને આશ્ચર્ય થશે, પણ તેઓ એક રૂમના મકાનમાં જ રહે છે.

ગરીબ નેતાને ભાજપે બનાવ્યા અમદાવાદના મેયર

6/10
image

અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે (BJP) એક મેસેજ આપ્યો છે.

મેયરના નામની જાહેરાત થતા ભાવુક થયા કિરીટ પરમાર

7/10
image

અમદાવાદ શહેરને નવા મેયર બન્યા છે, સાથે જ નવા શાસકોના નામની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા.

સંઘ સાથે કિરીટ પરમારનો નાતો જૂનો

8/10
image

કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે. 

9/10
image

કોઈ આલિશાન પરિવારમાંથી નહિ, પણ સામાન્ય ઘરમાંથી આવે છે અમદાવાદ (ahmedabad) ના નવા મેયર. આ સાથે જ ભાજપે નગરના લોકોને સંદેશો આપ્યો છે કે, સામાન્ય પરિવારમાંથી આવતા માણસો પણ ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકે છે. 

10/10
image

અડધાથી વધુ અમદાવાદીઓને ખબર પણ નહિ હોય કે, હીરાભગતની ચાલી ક્યાં આવી છે. ત્યારે નાનકડી એવી ચાલીના નાનકડા એવા છાપરાનું મકાન શહેરના નવા મેયર કિરીટ પરમારનુ નિવાસસ્થાન છે. તેથી જ પોતાની પસંદગી મેયર તરીકે થતા કિરીટ પરમાર આંખમાં આવી નીકળેલા આસું રોકી શક્યા ન હતા. તેઓ ભાવુક થઈ ગયા હતા.