જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું રૂટનું નિરિક્ષણ

અમદાવાદની પ્રસિધ્ધ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. જેને લઇને આજે શહેરના મેયર અને કોર્પોરેશના શાશકો સહિત સંબંધિત અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ. જ્યાં રથયાત્રા પૂર્વેની કરવાની થતી તમામ કામગીરીની સમિક્ષા કરી જાત માહિતી મેળવી.

જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું રૂટનું નિરિક્ષણ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદની પ્રસિધ્ધ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. જેને લઇને આજે શહેરના મેયર અને કોર્પોરેશના શાશકો સહિત સંબંધિત અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ. જ્યાં રથયાત્રા પૂર્વેની કરવાની થતી તમામ કામગીરીની સમિક્ષા કરી જાત માહિતી મેળવી.

અમદાવાદાની ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને પોલીસ તંત્ર સહીત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તમામ કામગીરીને આખરી ઓપ આપી રહ્યુ છે. ત્યારે જમાલપુર મંદિરથી સરસપુર સુધીના રૂટના નિરીક્ષણ પહેલા મેયર સહીતના લોકોએ જગન્નાથ મંદીરમાં દર્શન કરી મહારાજશ્રીના આશિર્વાદ મેળવ્યા. જે બાદ રૂટમા આવતા ભયજનક મકાનો હોય કે, પછી રોડ પરના ખાડાની વાત હોય. સ્ટ્રીટ લાઇટના પોલથી લઇને રખડતા ઢોર સહીતના તમામ મુદ્દે શાષકોએ ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનોમાં બેસીને નિરીક્ષણ કર્યુ.

હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ

નોંધનીય છેકે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવતા 250થી વધુ ભયજનક મકાનોને નોટીસ પણ આપી દેવામાં આવી છે. તો કેટલાક સ્થળે ભયજનક હોય એવા ભાગ અને ગેલેરી ઉતારી પણ લેવાઇ છે.આખરે તમામ લોકો સરસપુર રણછોડરાય મંદીર પહોંચ્યા, જ્યાં પણ તેઓએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો. 

ગુજરાતના 2 યુવાઓની નેવીમાં પસંદગી, આ છે સુરતની પહેલી મહિલા સબ લેફ્ટનન્ટ

અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલે જણાવ્યુ કે રથયાત્રા પૂર્વેની 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલી કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી દેવાશે.
 કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા તમામ કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news