અમદાવાદની સ્થિતી સ્ફોટક છતા સિવિલ નહી ફરકનાર મેયર બિજલ પટેલે મેંગો ફેસ્ટિવલનુ ઉદ્ધાટન કર્યું
Trending Photos
અમદાવાદ : સરકાર દ્વારા હવે લોકડાઉનમાં ધીરે ધીરે આંશિક છુટછાટ આપવામાં આવી રહી છે. દરેક વેપારીઓનાં પાટેથી ઉતરી ગયેલા વેપાર ફરી એકવાર પાટે ચડે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે GMDC ગ્રાઉન્ડ ખાતે મેંગો ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ફેસ્ટિવલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ કોરોના અંગેના નિયમો જળવાય તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવા માટે અમદાવાદનાં મેયર બિજલ પટેલ હાજર રહ્યા હતા. જો કે તેમને જ્યારે કમિશ્નર વિવાદ અંગે પુછવામાં આવ્યું તો તેમણે ન માત્ર ચાલતી પકડી હતી પરંતું એક ઉચ્ચપદસ્થ વ્યક્તિને ન શોભે તેવો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, હું મેંગો ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરવા માટે આવી છું તે અંગેનો કોઇ સવાલ હોય તો પુછો. આખુ અમદાવાદ મારુ જ છે. તેમ કહીને ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સંજીવની રથનાં ઉદ્ધાટનનાં માટે મેયરે ટોળા કર્યા હતા તેનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ફરી એકવાર મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
બિજલ પટેલ હજી પણ વિજય નેહરાનું નામ સાંભળીને ભડકે છે તે વાત સાચી ઠેરવતા જ્યારે તેમને વિજય નેહરા અંગે પુછાયું તો તેમણે ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય નેહરાનાં કાર્યકાળ દરમિયાન રાજકીય અને અધિકારીક લોબી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ ગજગ્રાહનાં કારણે વિજય નેહરાની બદલી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે મેયરનું આ તુમાખી ભર્યું વર્તન ઘોતક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેળાવડાઓમાં પહોંચી જતા મેયર હજી એક પણ વખત સિવિલ હોસ્પિટલ ખાતે ડોકીયું પણ કરવા માટે ગયા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે