ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા. અકસ્માત સ્થળથી માત્ર ચાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં નેતાઓ હાજર રહ્યા હતા, પણ કાર્યક્રમ છોડીને અકસ્માત સ્થળે પહોંચવાની એકપણ નેતાએ તસ્દી ન લીધી. મીડિયાની સાથે સ્થાનિક લોકોએ પણ અમદાવાદના મેયર બીજલ પટેલ (Bijal Patel) ને ફોન કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં હોઈ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એવો બફાટ કર્યો કે, એક્સિડન્ટ સ્વભાવિક પ્રક્રિયા છે. 

ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી...

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા. અકસ્માત સ્થળથી માત્ર ચાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં નેતાઓ હાજર રહ્યા હતા, પણ કાર્યક્રમ છોડીને અકસ્માત સ્થળે પહોંચવાની એકપણ નેતાએ તસ્દી ન લીધી. મીડિયાની સાથે સ્થાનિક લોકોએ પણ અમદાવાદના મેયર બીજલ પટેલ (Bijal Patel) ને ફોન કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં હોઈ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એવો બફાટ કર્યો કે, એક્સિડન્ટ સ્વભાવિક પ્રક્રિયા છે. 

તપાસના નામે મેયર બીજલ પટેલે પોતાનો પાંગળો બચાવ કર્યો 
અકસ્માત બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે પોતાનો બચાવ કરતા મેયરે કહ્યું કે, અમે જેટલા પણ ટાગોર હોલમાં કાર્યક્રમ માટે હાજર હશે એ બધાએ જોયુ હશે કે મેં ફોન ઉપાડ્યો નથી. આ દુખદાયક ઘટના છે. પોલીસ દ્વારા સઘન તપાશીસું, તપાસ બાદ યોગ્ય પગલા લઈશું. પરિવાર સાથે અમે જોડાયેલા રહીશું. કોર્પોરેશન તમામ મદદ કરશે, પરિવારના દુખ સાથે અમે જોડાયેલા છે. સંવેદનશીલ સરકાર છે. તેથી ચોક્કસ તમામ તપાસ કરીશું. 

એક્સિડેન્ટ સ્વાભાવિક પ્રક્રિયા છેઃ અમૂલ ભટ્ટ
તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે (Amul bhatt) કહ્યું કે, તપાસ બાદ પગલા લેશું. જે કોરિડોર વપરાતા નથી, ત્યાં આ પ્રકારની ઘટના વધુ બનતી હોય છે. આજે અકસ્માત થયો છે તે રેગ્યુલર કોરિડોર છે. હાલ તપાસ ચાલી રહી છે. હું પણ ઘટના વિશે સીધું મોનટરિંગ કરીશુ. જે પણ રિઝલ્ટ સામે આવશે તો કંપની અને ડ્રાઈવર સામે પગલા લઈશુ. પોલીસ રિપોર્ટ આવવાની અમે રાહ જોઈશું. તો સાથે જ તેઓએ મીડિયા સામે એવો પણ બફાટ કર્યો હતો કે, એક્સિડેન્ટ સ્વાભાવિક પ્રક્રિયા છે. તે માત્ર BRTSમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચાલતા જૂદા-જૂદા વાહનોમાં થાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શું અકસ્માતમાં મોત સ્વાભાવિક છે? બેફામ દોડતી બસોથી યુવાનોનાં મોત સ્વાભાવિક પ્રક્રિયા છે?

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news