8 july news News

ગંભીરમાં ગભીર છબરડો, ધોરણ-7ના પુસ્તકમાં દોડવીર સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો
Jul 8,2020, 15:04 PM IST
વડોદરા મહાનગરપાલિકા હવે ઘરે-ઘરે ફરીને કોરોનાના દર્દીઓને શોધશે
વડોદરામાં કોરોનાનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસ વચ્ચે સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે. આજથી વડોદરામાં કોરોના વિરુદ્ધ મેગા ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં ઘરે-ઘરે ફરી લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. પાલિકાની 590 ટીમો વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને મેગા સર્વેલન્સ કરી રહી છે. પાલિકાનાં 1200 જેટલા આરોગ્ય કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાયા છે. ચાર દિવસ સુધી આ અભિયાન ચાલશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટરથી સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ શાહ પણ આ કાર્યવાહીમાં જોડાયા છે. 
Jul 8,2020, 14:39 PM IST
આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે
આદિવાસીઓ અને માલધારીઓને લઇ મોટા સમાચાર આવ્યા છે. સાચા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરાશે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિટીની રચના કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન રચાશે. બે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે. ગીર બરડા અને આલજમાં વસતા માલધારીઓ દ્વારા આ અંગે આંદોલન કરાયું હતું. આદિવાસીઓએ ખોટા પુરાવાના આધારે સરકારી નોકરી મેળવનારની સામે પગલાં ભરવા અને ચકાસણીની માંગ કરી હતી. આદિવાસીઓ અને માલધારી આગેવાનોએ જ્યુડિશિયલ કમિશનની ઈન્ક્વાયરી સોંપવાને લઈ સંમતિ આપી છે.
Jul 8,2020, 14:03 PM IST
24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાને ધમરોળ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે 7 વાગ્યા બાદ 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા 12 ઇંચ વરસાદ અને દ્વારકામાં 9 ઈંચ વરસાદ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. 
Jul 8,2020, 10:25 AM IST

Trending news