કોરોના ઈફેક્ટ : ધોરાજીમાં સવારે 8 થી 1 સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોનાને કાબૂ લેવા માટે હવે ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગકારો સપોર્ટ કરી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વેપારીઓ ધંધારોજગારના સમયમાં અંકુશ લાવી રહ્યાં છે. જે મુજબ, ધોરાજીમાં સવારે 8 થી બપોરે 1 સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે. 8 દિવસ સુધી રહેશે આ નિર્ણય લાગુ રહેશે તેવો વેપારીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
અષાઢમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અનરાધાર વરસાદ, ખંભાળીયાએ રેકોર્ડ તોડ્યો
ધોરાજી તાલુકામાં વધતાં જતાં કોરોના પોઝિટીવ કેસોને રોકવા માટે પ્રાંત અધિકારી કચેરી ખાતે ધોરાજીની સામાજિક સંસ્થાઓ તથા ધોરાજી વેપારી મંડળ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી ધોરાજીનાં ધંધા રોજગારો ખુલ્લા રાખવા અને બપોરે એક વાગ્ય બાદ ધંધા રોજગાર બંધ રાખવામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓ એટલે કે દૂધની ડેરી, કરિયાણા દુકાન, મેડિકલ સ્ટોરને ખુલ્લા રાખવા દેવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે કે જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, લારી-ગલ્લાવાળાંઓ તથા ચા-પાણી, ખાણી પીણી દુકાન પરથી માત્ર ટેક અવે સિસ્ટમ મુજબ માત્ર પાર્સલ સેવા શરૂ રાખવા નક્કી કરાયેલ છે. 7 જુલાઇ થી 14 જુલાઇ સુધી આ એક સપ્તાહ દરમિયાન જાહેરનામાની કડકપણે અમલવારી કરવામાં આવશે. જે લોકો અમલવારી નહિ કરે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વધતા જતા કોરોના વાયરસની ચેઇન તોડવા માટે આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે