ગંભીરમાં ગભીર છબરડો, ધોરણ-7ના પુસ્તકમાં દોડવીર સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છપાયો
ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર સરિતા ગાયકવાડના નામને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિયા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેકટર હરેન શાહે સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડાને મુદ્રણ દોષ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી આવૃત્તિ અને ડિજિટલ પુસ્તકમાં આ સુધારો કરી લેવાશે. તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે.
Trending Photos
હિતલ પારેખ/ગૌરવ પટેલ/બ્યૂરો :ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર સરિતા ગાયકવાડના નામને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિયા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેકટર હરેન શાહે સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડાને મુદ્રણ દોષ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી આવૃત્તિ અને ડિજિટલ પુસ્તકમાં આ સુધારો કરી લેવાશે. તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે.
આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે
કોંગ્રેસનો છબરડા અંગે વિરોધ
પાઠ્ય પુસ્તકમાં સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડા પર ગુજરાત કોગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છબરડો કરવામાં આવ્યો. 104 નંબરના પેજ પર નારી સશક્તિકરણને ઉજાગર કરવામાં આવે છે. નારી સશક્તિકરણના પ્રકરણમાં વિશ્વ કક્ષાએ ખ્યાતિ મેળવનાર મહિલાઓના આર્ટિકલ મુકવામાં આવે છે. ગુજરાતનું પાઠ્યપુસ્ત મંડળ અને દિશાવિહિન શિક્ષણ વિભાગે આ અપમાનજનક ભૂલ કરી છે. એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરનારને સરકાર ભુલી ગઈ છે. ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સરિતા ગાયકવાડનુ યોગ્ય નામ મૂકવામાં આવ્યું નથી. આ પ્રકરણમાં ફોટો પણ અન્ય મહિલાનો મુકાયો છે. પાઠ્યપુસ્તકમાં રહેલો ફોટો મુંબઈની ડ્રાઇવિંગ શીખી રહેલી મહિલાનો છે. રાજ્યસરકાર દ્વારા સરિતા ગાયકવાડને કુપોષણ અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઇ છે. રાજ્યના શિક્ષણ વિભાગ કે પાઠ્ય પુસ્તક મંડળને કંઇ ખબર હોતી નથી. આ ભૂલથી રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપાની સરકારની માનસિકતા છતી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રીએ માફી માંગવી જોઇંએ.
વડોદરા મહાનગરપાલિકા હવે ઘરે-ઘરે ફરીને કોરોનાના દર્દીઓને શોધશે
પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા છબરડો થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી.આ પહેલા પણ અનેક પુસ્તકોમાં ગંભીરમા ગંભીર છબરડા સામે આવ્યા છે. પાઠ્યપુસ્તક મંડળે અગાઉ કરેલી ભૂલો પર નજર કરીએ તો તેનું લાંબુલચક લિસ્ટ છે.
- ધો - 12ના ગુજરાતી માધ્યમના ભાષાના પુસ્તકના એક જ પાઠમાં 75 જેટલી ભૂલો સામે આવી હતી. જેમાં વ્યાકરણ, પર્યાય શબ્દ સહિત અનેક જોડણીઓ ગંભીર ભૂલનો સ્વીકાર પણ કરાયો હતો. જેને લઈને શુદ્ધિ પત્રક પણ બહાર પાડવામાં આવ્યું હતું.
- પુસ્તકના છાપકામમાં થયેલી મોટી ભૂલોની વાત કરીએ ત્યારે એકવાર ધોરણ 12ના સંસ્કૃતના પુસ્તકમાં રાવણને બદલે રામે સીતાનું અપહરણ કર્યાનો ઉલ્લેખ કરાયો હતો.
- ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યના નકશામાં 33ના બદલે માત્ર 26 જિલ્લાઓનો જ સમાવેશ કરાયો હતો.
- ધોરણ 9ના હિન્દીની બુકમાં પણ મોટી ભૂલી થઈ હતી. જેમાં 'હેવાન ઈશુ' શબ્દ લખાતા ભારે વિવાદ સર્જાયો હતો. તો એકવાર ધોરણ 4ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડાઉલ્ટીની બીમારી એવો ઉલ્લેખ કરાતા મુસ્લિમ સમાજની પણ લાગણી દુભાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે